મેંગો બરફી

Friday 20th July 2018 07:25 EDT
 
 

સામગ્રીઃ બે નંગ કેરીનો પલ્પ • ખાંડ – સ્વાદ મુજબ • એલચીનો ભુકો - ૨ ટીસ્પૂન • ઘી - ૭૫ ગ્રામ • મેંદો - ૨૦૦ ગ્રામ • ચણાનો લોટ – ૧ ચમચો • દૂધમાં ઘોળેલું કેસર – થોડા તાંતણા • બદામના સાંતળેલા ટુકડા - ૧ ચમચો • માવો - ૨ ચમચા

રીતઃ એક કડાઈમાં ઘી ગરમ કરીને મેંદો અને ચણાના લોટને આછા બદામી રંગનો શેકી લો. ખાંડની ચાસણી બનાવી લો. કેરીના પલ્પ અને માવાને અલગ અલગ શેકી લો. કેરીના પલ્પમાં માવો ઉમેરીને એકદમ હલાવી લો. આ પછી તેમાં ચાસણી, કેસર, એલચીનો ભુક્કો, બદામના ટુકડા નાંખી મિક્સ કરો. એક થાળીને ઘીવાળી કરી તેમાં આ મિશ્રણ પાથરો. તેને સારી રીતે દબાવીને એક કલાક રહેવા દો. મેંગો બરફીના ટુકડાને કેસર, બદામ, એલચીના ભુક્કાથી ગાર્નિશ કરીને સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter