મેંગો સ્નો

Saturday 27th July 2019 08:47 EDT
 
 

સામગ્રીઃ કેરીનો પલ્પ ૨૦૦ ગ્રામ • પાણી ૧ લીટર • બુરું ખાંડ ૨૦૦ ગ્રામ

રીતઃ બધી સામગ્રીને મિક્સરમાં લઇને સારી રીતે બ્લેન્ડ કરો અને પછી ગાળી લો. હવે આ મિશ્રણને એક પહોળી બાઉલમાં ભરીને ફ્રીઝરમાં મુકો. એક કલાક પછી તેને બહાર કાઢી મિશ્રણને ફરી એક વખત સારી રીતે મિક્સ કરો. આ પ્રક્રિયા છ-સાત વાર કરવાથી તે સ્નો જેવું દેખાવા લાગશે. સર્વીંગ બાઉલમાં કાઢીને તરત જ સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter