સૂરણ ફ્રેન્ચ ફ્રાઇસ

Wednesday 21st September 2022 08:29 EDT
 
 

સામગ્રીઃ સૂરણ - 250 ગ્રામ • મરી પાઉડર - પા ચમચી • હળદર - પા ચમચી • મીઠું - સ્વાદમુજબ • ચાટ મસાલો - જરૂર મુજબ • લાલ મરચું પાઉડર - પા ચમચી • તેલ - તળવા માટે
રીતઃ સૌપ્રથમ સૂરણને મીઠાંના પાણીમાં પલાળી લો. તેને ચારથી પાંચ વાર ધોઈને સાફ કરી લો જેથી માટી નીકળી જાય. મીઠાંવાળા હાથ કરીને સૂરણની છાલ ઉતારી લો, જેથી હાથમાં ચળ ના આવે. હવે તેની લાંબી ચિપ્સ કરી લો.
બાઉલમાં થોડું મીઠું અને હળદર ઉમેરો અને ચિલ્ડ વોટરમાં 10 મિનિટ માટે પલાળી રાખો. એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકો. ચિપ્સને પાણીમાંથી કાઢીને કાણાંવાળા વાસણમાં નિતારી લો. તેલ ગરમ થાય એટલે ચિપ્સને તળી લો. ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો. મરી અને મીઠું નાખીને ગરમાગરમ પીરસો. લીંબુ, ચાટમસાલો, લાલ મરચું પણ ઉમેરી શકાય છે. આ ચિપ્સ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને બટાકા કરતાં પચવામાં પણ હળવી પણ હોય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter