હૈદરાબાદી ખાટી દાળ

Friday 15th June 2018 07:32 EDT
 
 

સામગ્રીઃ ૧ કપ તુવેર દાળ • અડધો કપ સમારેલા ટમેટા • ૨ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ • ૧ ટેબલસ્પૂન ઝીણું સમારેલું આદું • અડધી ટીસ્પૂન હળદર • અડધો કપ આમલીનો પલ્પ • ૧ ટીસ્પૂન ઝીણાસમારેલા લીલા મરચાં • ૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર • ૧ ટીસ્પૂન ધાણા પાવડર • ૧ ટેબલસ્પૂન ઘી • અડધી ટીસ્પૂન જીરું • અડધી ટીસ્પૂન રાઇ • એક ચપટી હીંગ • ૫ મીઠાં લીમડાના પત્તાં • ૪ કાશ્મીરી લાલ મરચાં - ટુકડા કરેલાં • મીઠું સ્વાદ મુજબ

રીતઃ એક ઊંડા બાઉલમાં તુવેર દાળને જરૂરી પાણી સાથે ૧ કલાક પલાળી રાખ્યા બાદ સારી રીતે નીતારી લો. એક પ્રેશર કુકરમાં દાળ, ટમેટા, ૧ ટેબલસ્પૂન લસણ, આદું, પા ટીસ્પૂન હળદર, થોડુંક મીઠું અને અઢી કપ પાણી મેળવીને, સારી રીતે મિક્સ કરો. પ્રેશર કુકરની ૪ સીટી વગાડીને રાંધી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.

હવે આ દાળને ક્રશ કરીને તેમાં આમલીનો પલ્પ, લીલા મરચાં, કોથમીર, હળદર, ધાણા પાવડર, મરચાં પાવડર અને સ્વાદ અનુસાર મીઠું મેળવીને સારી રીતે મિક્સ કરો. ક્રશ કરેલી દાળને મધ્યમ તાપ પર ૩થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહીને રાંધી લો. આ પછી વઘાર તૈયાર કરો અને દાળ પર રેડીને દાળ હલાવી લો. રાઇસ અથવા રોટી સાથે સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter