ખુશહાલ અને સુખી દંપતીઓ લાંબુ આયુષ્ય ધરાવે છે: અભ્યાસ

Wednesday 11th September 2019 05:11 EDT
 
 

ખુશહાલ અને સુખી દંપતીઓ લાંબુ આયુષ્ય ભોગવે છે તેવું એક નવા અધ્યયનમાં જણાવાયું છે. નવા અભ્યાસમાં માલૂમ પડયું કે જે દંપતીઓનું લગ્નજીવન સુખી છે અને તેઓ પારસ્પરિક પ્રેમ ધરાવે છે તેમનું લગ્નજીવન લાંબું ચાલે છે. સાથે સાથે જ આ અભ્યાસમાં એમ પણ જણાવાયું છે કે જે લોકોનું લગ્નજીવન તંગદિલીભર્યું અને કંકાસયુક્ત છે તેના આયુષ્યમાં ઘટાડો જોવા મળે છે. અભ્યાસ કરનાર સંશોધકો એવું માની રહ્યાં છે કે જે લોકો તેમના જીવનસાથીથી સંતુષ્ટ છે તેઓ પોતાની જાતને સક્રિય જીવનશૈલી જીવવા તરફ દોરી જાય છે. જ્યારે હતાશ જીવનસાથી સાથે રહેવાથી વ્યક્તિને બિનતંદુરસ્ત ટેવો પડી જાય છે. સહિયારું સંતોષી જીવન લોકોનું જીવન આસાન બનાવે છે.

સારું લગ્નજીવન, સારું આરોગ્ય

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક અભ્યાસ અનુસાર, સુખી અને સંતોષી લગ્નજીવન ડિપ્રેશન અને ચિંતામાં ઘટાડો કરે છે. પરિણીત કરતાં એકલા અને કુંવારા લોકોમાં વધારે હતાશા જોવા મળતી હોય છે. એસ્ટન મેડિકલ સ્કૂલના એક અધ્યયનમાં પણ આવી જ હકીકત જાણવા મળી છે. ૧૩ વર્ષ ચાલેલા અધ્યયનમાં હજારો યુગલોએ ભાગ લીધો હતો અને તેમાં એવું જણાયું હતું કે લગ્નજીવન આરોગ્ય માટે સારું છે. પરિણીત લોકોને ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર અને હાઇ કોલેસ્ટરોલ જેવા રોગોના કારણે ઓછા મોત થાય છે. નવા સ્ટડીમાં માલૂમ પડયું હતું કે કુંવારા લોકો ઝડપથી ડિપ્રેશન અને ચિંતાનો ભોગ બની જતા હોય છે.
સામાન્ય રીતે લગ્નજીવનમાં દંપતીઓ એકબીજાની મૂંઝવણ વ્યક્ત કરતા હોવાથી તેમની ચિંતા ઘટી જાય છે અને તેઓ ડિપ્રેશનથી બચી જતા હોય છે. કુંવારા લોકોના કિસ્સામાં આવું બનતું નથી. લગ્નજીવન આપણા આરોગ્ય માટે પણ અત્યંત જરૂરી છે.

જીવનસાથીના લીધે તણાવમાં તીવ્ર ઘટાડો

સંશોધકોએ કરેલા અભ્યાસના તારણ અનુસાર એકલા રહેવા કરતાં જીવનસાથી રહેવાથી તણાવમાં ખૂબ મોટો ઘટાડો થાય છે. સૂવાની પેટર્ન અને કેટલીક બીમારીઓની વચ્ચે સંબંધ માટે જે જૂના સિદ્ધાંત છે એને ઓળખવા માટે રિસર્ચરોએ મોર્નિંગ અને ઇવનિંગ જિન્સ અને કેટલીક બીમારીઓની વચ્ચે પરસ્પર સંબંધોનું વિશ્લેષણ કર્યું હતું.
કર્મચારીઓમાં વધતો તણાવ અને શારીરિક ગતિવિધિમાં ઘટાડો, વધતી મેદસ્વિતા, નાણાંકીય અસુરક્ષા અને તમાકુનું સેવન રોજગારદાતાઓ માટે મોટી ચિંતાનો વિષય બની રહ્યો છે અને તેની અસર કર્મચારીઓના કામકાજ પર પડી છે. હવે ઘણી કંપનીઓએ તણાવ દૂર કરવાની દિશામાં પહેલ કરી છે.
રિપોર્ટમાં કહેવાયું કે લગભગ ૬૬ ટકા કર્મચારીઓ તણાવનો શિકાર બન્યા છે. એકલા રહેવા કરતાં જીવનસાથીની સાથે રહેવાથી તણાવમાં ઘટાડો થાય છે
તેવું સંશોધકોએ પુરવાર કરી દેખાડયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter