જીપી સર્જરીઝ કાર્યક્ષમ બનાવવા મોટા પાયે સપોર્ટ સ્ટાફની ભરતી

Wednesday 06th February 2019 01:46 EST
 
 

લંડનઃ આરોગ્યસેવાઓને વધુ સક્ષમ બનાવવાના ભાગરુપે ફેમિલી ડોક્ટર્સ કે જનરલ પ્રેક્ટિશનર્સ (GPs)ને મદદરુપ ૨૦,૦૦૦ સપોર્ટ સ્ટાફની ભરતી કરવામાં આવશે. જીપી વધુ સારી રીતે કામ બજાવી શકે તે માટે જીપી સેવામાં ૧૫ વર્ષથી વધુના ગાળામાં સોથી મોટા ધરમૂળ પગલાંમાં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટમાં બિલિયન્સ પાઉન્ડનો વપરાશ કરાશે.

આ માટે ફાર્માસિસ્ટ, ફીઝિયોથેરાપિસ્ટ્સ, પેરામેડિક્સ, ફીઝિશિયન એસોસિયેટ્સ અને સોશિયલ સપોર્ટ વર્કર્સ સહિતનો સ્ટાફ ભરતી કરવામાં આવશે. આના પરિણામે, પ્રાઈમરી કેર નેટવર્ક્સનો વ્યાપ વધશે અને પેશન્ટ્સને સેવા આપવાનું જીપી પર ભારણ ઘટશે.

NHS Englandના ચીફ એક્ઝિક્યુટિવ સિમોન સ્ટીવન્સે જણાવ્યું હતું કે આ યોજનાથી ફેમિલી ડોક્ટર્સની સુધારેલી સુવિધા માટે બિલિયન્સ પાઉન્ડ છૂટા થશે. બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA)ની જીપી કમિટી અને NHS England વચ્ચે પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. BMAદ્વારા જણાવાયું છે કે આ કોન્ટ્રાક્ટથી પ્રેક્ટિસીસને પાંચ વર્ષમાં એક બિલિયન પાઉન્ડ મળશે, જ્યારે વધુ ૧.૮ બિલિયન પાઉન્ડ પ્રાઈમરી કેર નેટવર્ક્સની રચનાને સપોર્ટ કરવા રોકાણ કરાશે.

આ વર્ષના એપ્રિલથી પેશન્ટ્સ તેમના રીપિટ પ્રીસ્ક્રિપ્શન્સ ઓનલાઈન ઓર્ડર કરી શકશે તેમજ આગામી વર્ષથી સંપૂર્ણ રેકોર્ડ્સની ડિજિટલ સુવિધા પ્રાપ્ત કરી શકશે. ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બરમાં દેશભરમાં સાંજ અને વીકએન્ડમાં જીપીની એપોઈન્ટમેન્સ મળવાની શરુ કરાઈ હતી અને તેનાથી પેશન્ટ્સ માટે વર્ષે વધારાની નવ મિલિયન એપોઈન્ટમેન્ટ્સ શક્ય બની છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter