દાદીમાનું વૈદુંઃ એસિડિટી

Tuesday 31st December 2019 16:20 EST
 
 

• સફેદ કાંદાના રસમાં સાકર નાંખીને પીવાથી એસિડિટી મટે છે.

• પાઇનેપલના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે.

• સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.

• આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને અર્ધી ચમચી મધ ભેગું કરીને ખાવાથી એસિડિટી મટે છે.

• એલચી, સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસિડિટી મટે છે.

• દ્રાક્ષ અને બાળહરડે સરખે ભાગે લઈ, એટલી જ સાકર મેળવી, તેની નાની ગોળીઓ બનાવી લેવાથી એસિડિટી મટે છે.

• કોળાના રસમાં સાકર નાંખીને પીવાથી એસિડિટી મટે છે.

• ગંઠોડા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.

• સૂંઠ, ખડી સાકર અને આમળાંનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.

• અર્ધા લીટર પાણીમાં એક લીંબુનો રસ નાંખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરના જમવાના અર્ધા કલાક પહેલાં પીવાથી એસિડિટી મટે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter