દાદીમાનું વૈદુંઃ જીવજંતુના ડંખ

Sunday 03rd February 2019 06:13 EST
 
 

• મધમાખીના ડંખ ઉપર સુવા અને સિંધવ-મીઠું પાણી સાથે વાટીને ચોપડવાથી પીડામાં રાહત થાય છે. • મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે • મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે • મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પીવાથી પીડા મટે છે • ભમરીના ડંખ ઉપર કાંદાનો તાજો રસ ચોપડવાથી પીડા મટે છે • કાનખજૂરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઊતરી જાય છે • કાનખજૂરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter