દાદીમાનું વૈદુંઃ પેટનાં દર્દો

Sunday 22nd September 2019 15:12 EDT
 

• અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો, અજીર્ણ અને વાયુ મટે છે

• આદુ અને લીંબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુખાવો મટે છે

• અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુખાવો મટે છે

• આદું અને ફુદીનાના રસમાં સિંઘવ-મીઠું નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે

• આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈ પણ જાતનો પેટનો દુખાવો મટે છે

• શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે

• જમ્યા પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં સતત દુખાવો થાય છે તે માટે સૂંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાખી સવાર-સાંજ લેવાથી પેટનો દુખાવો મટે છે

• તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઈ, સહેજ ગરમ કરી, પીવાથી પીટનો દુખાવો મટે છે

• ગોળ અને ચૂનો ભેગો કરી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે

• અજમો અને સંચળનું ચૂર્ણ ફાકવાથી ગેસ મટે છે

• ચીકણી સોપારીનો બે આનીભાર ભૂકો મોળા મઠામાં સવારે લેવાથી ગેસ મટે છે

• લીંબુના રસમાં મૂળાનો રસ મેળવી પીવાથી જમ્યા પછી થતો દુખાવો અને ગેસ મટે છે

• કોકમનો ઉકાળો કરી, તેમાં થોડું મીઠું નાખી, પીવાથી પેટનો વાયુ અને ગોળો મટે છે

• સાકર અને ધાણાનું ચૂર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે

• જીરું અને ધાણા બન્ને સરખે ભાગે લઈ, રાત્રે પલાળી રાખી, સવારના ખૂબ મસળી, તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળતરા મટે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter