પાલતુ પશુથી માલિકોને આંતરડાંની બીમારીનો ખતરો

Friday 26th July 2019 06:12 EDT
 
 

ન્યૂ યોર્કઃ કૂતરાં અને બિલાડી પાળવાનો શોખ ધરાવનારા લોકો પર આરોગ્યનું જોખમ થઈ શકે છે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જણાયું કે પાલતુ પશુ (પેટ્સ) રાખનારા લોકોને આંતરડાની બીમારી ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ થવાની શક્યતા વધુ છે. આ બીમારીમાં વ્યક્તિને પેટમાં દર્દ, ઉચાટ, મોશનમાં મુશ્કેલી અને ઝાડાની સમસ્યા હોઈ શકે છે. પેટ લવર્સને આ બીમારીનો ભોગ બનવાની સંભાવના સામાન્ય લોકો કરતાં દોઢ ગણી વધુ હોય છે. અમેરિકાની ઇસ્ટ ટેનેસી સ્ટેટ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ ૨,૮૮૩ દર્દીઓના મેડિકલ રેકોર્ડનો અભ્યાસ કર્યા બાદ આ તારણ કાઢ્યું છે.
અભ્યાસ અનુસાર, પાલતુ પશુઓના ડેન્ડ્રફ અને મળને કારણે આ સિન્ડ્રોમનું જોખમ વધે છે. પેટ્સના સ્કિન અને મળમાં એવા બેક્ટેરિયા હોય છે જે માત્ર તેને અડકવાથી જ નહીં પણ શ્વાસ લેવાથી પણ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી જાય છે.
આ બેક્ટેરિયા વ્યક્તિની પાચનક્રિયાને પ્રભાવિત કરે છે અને તેથી ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમનું જોખમ વધી જાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter