શિયાળામાં આયુર્વેદિક ઉપચારોથી આરોગ્યઃ ફ્લુને કેવી રીતે અટકાવશો?

ડો. સ્મિતા નરમ Wednesday 08th January 2020 05:13 EST
 
 

કોઈ પણ પ્રકારના ચેપનો સામનો કરવા માટે રોગ પ્રતિકાર શક્તિને વધારવી અતિ મહત્ત્વપૂર્ણ અને આવશ્યક છે. ફ્લુ એક પ્રકારનો વાઈરલ ચેપ-ઈન્ફેક્શન છે અને તે ઘણું ચેપી છે. ડોક્ટરો તેને ઈન્ફિલુએન્ઝા કહે છે અને તેના લક્ષણોમાં ભારે શારીરિક પીડા, સ્નાયુઓમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, ભારે શરદી અને નીંગળતા નાક સાથે ભારે તાવ, ઠંડી ચડવી, ઉબકાં આવવાં અને ઉલટીનો પણ સમાવેશ થાય છે. સામાન્યપણે, પાંચ દિવસ પછી તેમાંથી સાજા થઈ જવાય છે અને ઘણી વખત સાત દિવસ પણ લાગે છે.
જો ફ્લુનો તાવ ઉતરી જાય તમને સપ્તાહો સુધી નબળાઈ અનુભવાતી રહે છે. આથી, આયુશક્તિનો અભિગમ ફ્લુ થતો અટકાવવા અગાઉથી જ રોગ પ્રતિકાર શક્તિને વધારવાનો રહે છે. જો ફ્લુનો ચેપ ફરીથી લાગે તો રોગ પ્રતિકાર શક્તિને અને ઊર્જાને હર્બ્સ-જડીબુટીઓ, આહાર અને લાઈફસ્ટાઈલમાં ફેરફારની મદદથી પુનઃસ્થાપિત કરવાનો રહે છે.
આહારઃ જો નિશ્ચિતપણે ફ્લુનો ચેપ હોય તો ભોજનમાં માત્ર મગ અને વેજિટેબલ સૂપ અથવા હુંફાળી ખીચડી લેવાનો આગ્રહ રાખવો. ખાસ કરીને ઘઉં, ગ્લુટેન, માંસ, ડેરીપદાર્થો અને તળેલાં પદાર્થો સહિત અન્ય ખોરાક લેવાનું બંધ કરવું. તમે જ્યારે તમારી પાચન પ્રક્રિયાને આરામ આપશો તેનાથી શરીર રોગ પ્રતિકાર શક્તિને ઝડપથી પુનઃસ્થાપિત કરવાના કાર્યમાં લાગી જાય છે. તમે હળવો ખોરાક લેશો તેનાથી શરીરના ઝેરી પદાર્થો-ટોક્સિન્સ બળી જશે અને તાવ ઝડપથી અંકુશમાં આવી જશે.
ઘરેલુ ઉપચારઃ
• ૨ ચમચી હળદરનો પાવડર
• અડધો કપ દાડમ-અનારનો રસ
• અડધી ચમચી કાળાં મરી
આ બધાને મિશ્ર કરો અને દરરોજ પીવાનું રાખો. રોગ પ્રતિકારક શક્તિને વધારવા અને એલર્જીની સ્થિતિને અટકાવવામાં તે મદદરુપ બની રહેશે.
જો વારંવાર ફ્લુ થઈ જતો હોય તો તેને અટકાવવા આદુને ઉકાળી કરેલું હુંફાળું પાણી દિવસમાં બે-ત્રણ વખત પીવાનું રાખી શકાય.
જો તમને ફ્લુ થયો જ હોય તો તમે દાડમને અડધું કાપી તેની છાલને બે ગ્લાસ પાણીમાં તે પા ભાગનું થઈ જાય ત્યાં સુધી ઉકાળો, તેને ગાળો અને તેમાં એક ચમચી હળદરનો પાવડર, એક ચમચી તુલસીનો રસ, એક ચમચી આદુનો રસ ઉમેરો અને તેને હુંફાળું પી જાઓ. આ જ પ્રમાણમાં દિવસમાં ૩-૪ વખત પીવાનું રાખો.
તાવ ઉતરી ગયા પછી દિવસમા ખજૂર સાથે ૫-૧૦ બદામ ખાવાની શરૂ કરો તેમજ ઝડપથી નશક્તિ મેળવવા માટે ગાજર, દાડમ, બીટરુટ, અજમો અને સફરજનનો રસ દિવસમાં બે-ત્રણ વખત પીવાનું રાખો. આ ઉપરાંત, સિંધવ અને ગોળ નાખેલું આદુનું હુંફાળું પાણી દિવસમાં ૧૦-૧૨ ગ્લાસ ભરીને પણ પી શકાય. આરામ કરો અને ચેપ ફેલાય નહિ તે માટે નાક અને મોં પર આવરણ લગાવી રાખો. આયુશક્તિના પ્રેક્ટિશનરો રોગપ્રતિકાર શક્તિને સુધારવા તેમજ ભરાયેલા નાકને સાફ રાખવા અને યોગ્ય હર્બલ ફોર્મ્યુલા થકી શક્તિને પાછી મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter