સંતાન કરતાં તમારા જીવનસાથીને વધુ પ્રેમ કરશો તો પરિવાર ખૂબ જ સુખી રહેશે

Wednesday 05th June 2019 05:40 EDT
 
 

માતા-પિતા તેમનાં સંતાનોની સુખસુવિધા માટે બધેબધું કરે છે, પરંતુ તે કદાચ એકબીજાની પસંદ-નાપસંદ વિશે એટલું વધુ ધ્યાન નથી રાખતા. પતિ અથવા પત્નીને ભોજન કરાવવાની, દૂધ પીવડાવવા, કપડાં પહેરાવવાની જરૂર નથી પડતી. બાળકો માટે એ બધું કરવું પડે છે. બીજી શબ્દોમાં એમ કહી શકાય કે તેમને પ્રેમ કરવો એ સ્કૂલે જવા સમાન છે, કારણ કે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. મતલબ કે ફરજીયાત છે. જ્યારે જીવનસાથીને પ્રેમ કરવો એ કોલેજ જવા જેવું છે. તે તમારી મરજી પર નિર્ભર કરે છે. અને તેથી જ આપણે જીવનસાથીને - સંતાન જેટલો જ - પ્રેમ કરવાની વાતને પૂરતું મહત્ત્વ આપતા નથી.
પરંતુ એક અભ્યાસ કરે છે કે ઓછામાં ઓછું સંતાનો માટે પણ આપણે એવું કરવું જોઈએ. રિસર્ચ જણાવે છે કે જે બાળકોનાં માતા-પિતા એકબીજાને વધુ પ્રેમ કરે છે, તે બાળકો વધુ ખુશ અને સલામતી અનુભવે છે. તેમનું જીવન પ્રેમવિહીન પરિવારનાં બાળકો કરતાં વધુ સારું હોય છે. અનેક નોેંધપોથીના અભ્યાસથી જાણવા મળ્યું છે કે યુગલ વચ્ચેના તણાવની અસર, માતા-પિતાના તેમનાં બાળકો સાથેના સંવાદ પર પડે છે. ખાસ કરીને પિતાનાં બાળકો સાથેના કોમ્યુનિકેશન પર અસર થાય છે. એક અન્ય સંશોધનમાં જણાવ્યું છે કે જે બાળકોનાં માતા-પિતા હંમેશા ઝઘડતા હોય છે તે બાળકો અભ્યાસમાં નબળાં હોય છે.
બ્રિટનમાં ૨૦૧૪માં થયેલા ૪૦ હજાર પરિવારોના વિશાળ સર્વે પરથી જાણવા મળ્યું કે માતાના પિતા સાથેના સંબંધ સારા હોવાથી બાળકો સૌથી વધુ ખુશ રહે છે. માતા-પિતા વચ્ચેના છૂટાછેડાની બાળકો પર ખૂબ જ ખરાબ અસર થાય છે. ૨૦૧૦માં પ્યૂ રિસર્ચે યુવાનોને પૂછયું કે સુખી જીવન માટે બાળકો અથવા સારા વૈવાહિક સંબંધ વધુ મહત્ત્વપૂર્ણ છે? તો મોટા ભાગના લોકોએ બાળકોને અગ્રતા આપી. બાળકો પર બધું જ ન્યોછાવર કરવું એ લાંબા સમય માટે બરાબર નથી. બાળકોના ભરણપોષણમાં સ્વયંને સંપૂર્ણપણે કાર્યરત રાખનારાં માતા-પિતા સામે અનેક વખત અસ્તિત્વનું સંકટ ઊભું થઈ જાય છે.
કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે ૫૦ વર્ષથી વધુ વયના લોકોમાં છૂટાછેડાનો દર બમણો થવાનું આ પણ એક કારણ છે. છેલ્લાં ૨૫ વર્ષમાં ૬૫ વર્ષથી વધુ વયના લોકોમાં આ દર ત્રણ ગણો રહ્યો.
કાર્નેલ યુનિવર્સિટીના નિષ્ણાંત કાર્લ પિલેમરે તેમના પુસ્તક ‘૩૦ લેસન્સ ફોર લવિંગ’ માટે ૭૦૦ યુગલોનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. તેમાંથી માત્ર કેટલાક લોકોને જ યાદ હતું કે તેમણે તેમના પાર્ટનર સાથે ક્યારે એકલા સમય પસાર કર્યો છે.
આપણે યાદ રાખવું જોઈએ કે આપણે બાળકોના કારણે જ ભેગા નથી થયાં. આપણે બાળકોમાં એટલા વધુ ખોવાઈ ન જઈએ કે એકબીજાને જ ભૂલી જઈએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter