હેલ્થ ટિપ્સઃ અખરોટ હાડકાં મજબૂત બનાવે છે

Saturday 28th April 2018 08:22 EDT
 
 

શાકાહારી વ્યક્તિઓને અખરોટમાંથી એવા તત્ત્વો મળે છે, જે ભાગ્યે જ અન્ય પદાર્થમાં મળે છે. તેમાં વિટામિન-બી૧૨ ભરપૂર છે. અખરોટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
• અખરોટ ખાવાથી હાડકાં મજબૂત બને છે, સાથે સાથે તે દાંત માટે ફાયદાકારક છે.
• રોજ એક અખરોટ યાદશક્તિ વધારી માનસિક થાક દૂર કરે છે.
• અખરોટમાં ઓમેગા-૩ ફેટી એસિડ હોવાથી નિયમિત સેવન હૃદયને લગતી બીમારીમાં રાહત આપે છે.
• અખરોટમાં એન્ટિ-ઓક્સિડન્ટ છે. જે કેન્સર સામે રક્ષણ આપે છે.
• અખરોટના સેવનથી શરીરમાં મેલેટોનિન હોર્મોનનો નિકાસ થાય છે, જેનાથી બોડીને આરામ મળે છે. આ જ કારણ છે કે અખરોટના વધારે સેવનથી ઊંઘ આવે છે.
• અખરોટમાં સૌથી વધારે વિટામિન-ઇ અને પ્રોટીન હોય છે. તેના નિયમિત સેવનથી વાળ અને સ્કિન સ્વસ્થ રહે છે.
• અખરોટના નિયમિત સેવનથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. તે મેટાબોલિઝમ સિન્ડ્રોમને ઓછું કરે છે.
• પ્રેગ્નન્ટ સ્ત્રી માટે અખરોટ લાભદાયી છે. તેના સેવનથી ગર્ભમાં બાળકને એલર્જી નથી થતી. ગર્ભના વિકાસ માટે જરૂરી તત્ત્વ મળે છે.
• અખરોટ તણાવ દૂર કરે છે, તેના સેવનથી બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે અને શરીરને એનર્જી મળે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter