આજના ટેક્નોલોજીના યુગમાં ડિજિટલ સ્ક્રીન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. ઓફિસમાં ખંતથી કામ કરવું હોય, ફ્રી ટાઈમમાં સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવું હોય કે પછી મૂવી નાઇટ માણવી હોય, આપણું ધ્યાન સ્કીન પર કેન્દ્રિત રહે છે. સ્ક્રીનના આ લાંબા સમયના સંપર્કથી ઘણી વાર માથાનો દુખાવો અને આંખોમાં દુખાવો કે બળતરા થાય છે. ચાલો જાણીએ કે તમે આ ડિજિટલ દુનિયામાં તમારી આંખો પરનું દબાણ કેવી રીતે ઓછું કરી શકો છો...
• પોષક તત્ત્વોનું સેવન વધારવુંઃ આંખોને દુખાવાથી બચાવવા માટે આંતરિક પોષણ જરૂરી છે, જેના માટે વિટામિન-એ અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર આહાર લેવો જોઈએ. પાલક, બ્રોકોલી, મસ્ટર્ડ લીવ્ઝ ખાવા જ જોઈએ.
• 20-20 ફોર્મ્યુલા અપનાવોઃ તમારું કામ ગમેતેટલું મહત્વનું કેમ ના હોય. સ્ક્રીન પર સતત તાકી રહેવું જોખમી છે. આ માટે 20-20 ફોર્મ્યુલા અપનાવો. મતલબ કે દર 20 મિનિટ પછી તમારી આંખોને 20 સેકન્ડ માટે આરામ આપો. આંખો બંધ કરો અથવા સ્ક્રીનથી દૂર ક્યાંક જુઓ.
• સ્ક્રીનથી થોડું અંતર જાળવોઃ જ્યારે પણ તમે લેપટોપ પર કામ કરો ત્યારે સ્ક્રીનથી ચોક્કસ અંતર જાળવો, કારણ કે લેપટોપને ખૂબ નજીકથી જોવાથી તમારી આંખો પર અનિચ્છનીય દબાણ આવે છે. અંતર જાળવવાથી આવી સમસ્યાઓ ઓછી થાય છે.
• સ્ક્રીનની બ્રાઈટનેસને બેલેન્સ કરોઃ લેપટોપ કે મોબાઈલની સ્ક્રીનની બ્રાઈટનેસ ખૂબ ઓછી હોય કે ઘણી વધારે હોય તો તમારી આંખોમાં દુખાવો થઈ શકે છે. આ માટે તમારે સ્ક્રીનની બ્રાઈટનેસને બેલેન્સ કરવી જોઈએ. જેથી આંખના દુખાવાને અટકાવી શકાય.