ટાઈપ-2 ડાયાબિટીસના ઈલાજ માટે બનાવાયેલી ઓઝેમ્પિક દવાનો હવે વજન ઘટાડવા માટે દુરુપયોગ વધી રહ્યો છે. આ દવા મોંઘી તો છે, પરંતુ તેની સાઈડ ઈફેક્ટ્સ હોઈ શકે છે. વળી આવા અખતરા કાયમી સમાધાન પણ નથી. જોકે કેટલાક નેચરલ ભારતીય ફૂડ્સ એવા છે તે પણ વજન ઘટાડવા માટે બહુ અસરકારક છે. આ ફૂડ્સ જીએલપી-1 હોર્મોનને વધારી ભૂખને નિયંત્રિત કરે છે, બ્લડ શુગરને સ્થિર રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આજે આવા અસરકારક નેચરલ ફૂડ્સ વિશે જાણીએ.
1) ગ્રીક યોગર્ટઃ તે જીએલપી-1 હોર્મોનને વધારીને ભૂખ ઘટાડે છે. પાચનને સારું કરે છે અને કેલેરી બર્ન કરે છે.
2) રાજમા, ચણા, મગ, મસૂરઃ હાઈ ફાઇબર-પ્રોટીન યુક્ત છે, જે બ્લડ શુગરને સ્થિર રાખે છે. આ ફૂડ્સ પાચન માટે સારો વિકલ્પ છે.
3) રાગી, જુવાર, બાજરો, જવઃ આ ખોરાક લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સવાળા હોય છે, જેનાથી બ્લડ શુગર ધીરે ધીરે રિલીઝ થાય છે અને ઊર્જા લાંબો સમય સુધી રહે છે.
4) અખરોટ અને અળસીનાં બીજઃ તે ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઇબરથી ભરપૂર હોય છે. તેના સેવનથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધરે છે અને શરીરમાં સોજો ઘટે છે.
5) મેથી દાણા-કારેલાઃ મેથીના દાણા અને કારેલા બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે જ્યારે પાલક, મેથી અને સરસવ ઓછી કેલેરીમાં પેટ ભરાયાનો અનુભવ કરાવે છે.
આ બે વાતો ખાસ ધ્યાન રાખો
• ભોજનમાં પહેલા શાકભાજી પછી પ્રોટીન અને છેલ્લે કાર્બ્સ ખાઓ.
• પ્રોટીન અને ફાઇબરયુક્ત ભોજન કરો, જેથી પેટ વધુ સમય સુધી ભરાયેલું રહે.