કલર્સ ટીવી દ્વારા ક્રાઈમ શો NRI Haadsa Season 2નો ૧૧ સપ્ટેમ્બરથી પ્રારંભ

Wednesday 08th September 2021 09:14 EDT
 
 

કલર્સ ટીવી યુકે ખૂબ સફળ રહેલા ક્રાઈમ શો NRI Haadsa Season 2 પ્રસારિત કરશે. તેનો પ્રિમિયર ૧૧ સપ્ટેમ્બરે રાખવામાં આવ્યો છે. આ સીઝન દર શનિવારે અને રવિવારે સાંજે ૭ વાગે નિહાળી શકાશે. તેમાં ૮ અનોખી વાર્તાઓને અડધા કલાકના ૧૬ એપિસોડમાં દર વીકેન્ડમાં પ્રસ્તુત કરાશે.

આ સીઝનનું કોન્સેપ્ચ્યુલાઈઝેશન અને પ્રોડક્શન ઈન્ડિયા કાસ્ટ મીડિયા દ્વારા કરાયું છે. નવી સીઝન વધુ રસપ્રદ અને નોન – રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) સામેના ગુનાઓની સત્ય ઘટનાઓ પર આધારિત છે.
NRI Haadsa Season 2ના પ્રસ્તુતકર્તા સાઉથોલ ટ્રાવેલ છે અને તેનું ફરાની ટેલર સોલિસિટર્સ દ્વારા પાવર્ડ છે જ્યારે નીલકંઠ સેફ ડિપોઝીટ અને સનરાઈઝ રેડિયો તેના એસોસિએટ પાર્ટનર્સ છે.
અગાઉની સીઝનને હોસ્ટ કરનારા રુશદ રાણા દર્શકોને અગાઉ સાંભળ્યું ન હોય કે તેના વિશેના સમાચાર પણ ન સાંભળ્યા હોય તેવા કેટલાંક હાઈ પ્રોફાઈલ કેસોથી પરિચિત કરાવશે અને કાળજુ કંપાવી દે તેવી વાર્તાઓ અને વિગતો જણાવશે.
નવી સીઝન ખાસ કરીને દુનિયાભરમાં રહેતા નોન – રેસિડેન્ટ ઈન્ડિયન્સને સ્પર્શે તેવી અને અપીલ કરે તેવી છે કારણ કે દરેક એપિસોડ યુકે, યુએસએ, કેનેડા, યુએઈ, સીંગાપોર, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોના NRIs પર થતાં ગુનાઓની વાત કરે છે.
શોના લોંચ વિશે ઈન્ડિયાકાસ્ટ ઈન્ટરનેશનલ બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ ગોવિંદ શાહીએ જણાવ્યું હતું કે NRI હાદસાની સીઝન ૨માં દર્શકો માટે અમે વધુ રસપ્રદ કથાઓ લાવ્યા છીએ. નવી સીઝનના લોંચ અંગે અમે ખૂબ ઉત્સાહિત છીએ. તેમણે ઉમેર્યું કે અમે આશા રાખીએ છીએ કે આ કથાઓ દર્શકોને માહિતગાર કરશે અને મદદરૂપ નીવડશે.
ઈન્ડિયાકાસ્ટ ઈન્ટરનેશનલ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને અમેરિકા, યુરોપ તથા યુકેના બિઝનેસ હેડ સચિન ગોખલેએ જણાવ્યું કે સીઝન ૧ની સફળતાથી તેમને લાગ્યું કે દર્શકોને સત્ય અને જીવનની વાસ્તવિકતાની નજીક હોય તેવી કથાઓમાં સંકળાવાનું ગમે છે. સીઝન ૨માં આ પાસા પર વધુ ધ્યાન અપાયું છે.
વધુ માહિતી માટે સંપર્ક. દપીન્દર સૂરીઃ [email protected] | 07774 610 301 (૩૦૦)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter