અભિનેતા સલીમ ગૌસનું નિધન

Thursday 05th May 2022 06:36 EDT
 
 

હિન્દી ફિલ્મઉદ્યોગના પીઢ અભિનેતા સલીમ ગૌસનું 70 વર્ષની વયે નિધન થયું છે. અનેક ફિલ્મ - ટીવી સિરિયલ્સમાં ભૂમિકા ભજવનાર ગૌસે શ્યામ બેનેગલની ટીવી શ્રેણી ‘ભારત એક ખોજ’માં ટીપૂ સૂલતાનનું યાદગાર પાત્ર ભજવ્યું હતું. તેમણે 28 એપ્રિલે સવારે મુંબઈની કોકિલાબેહન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાના પત્ની અનીતા સલીમે કહ્યું હતું કે, સલીમ ગૌસનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. આગલા રાત્રે તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં તેમને તરત જ કોકિલાબહેન હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં બીજા દિવસે તેમણે અંતિ શ્વાસ લીધા હતા. અનીતા સલીમે કહ્યું કે, તેમને દુઃખ વ્યક્ત કરવા પર નફરત હતી અને હંમેશા ઇચ્છતા હતા કે જીવન સતત ચાલતું રહેવું જોઈએ. તેમને કોઇ દુઃખ સહન નથી કરવું પડ્યું, તેઓ કોઈના પર નિર્ભર રહેવું પસંદ કરતા ન હતા. તેઓ ખૂબ જ સ્વાભિમાની વ્યક્તિ હતા. તેઓ બહુ પ્રતિભાશાળી અભિનેતા ઉપરાંત માર્શલ આર્ટિસ્ટ અને દિગ્દર્શક પણ હતા. તેમને રસોઈ બનાવવાનો પણ શોખ હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter