આલિયા ભટ્ટ ‘પેટા’ પર્સન ઓફ ધ યર

Monday 10th January 2022 09:14 EST
 
 

પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (‘પેટા’)એ વર્ષ ૨૦૨૧ના પર્સન ઓફ ધ યર માટે આલિયા ભટ્ટની પસંદગી કરી છે.  આલિયા ભટ્ટ ફિલ્મો સાથે સામાજિક કાર્યો પણ કરતી રહે છે. તે પોતાના સોશ્યલ મીડિયાના માધ્યમથી અવારનવાર પોતાના ચાહકોને પ્રાણીઓને પ્રેમ કરવાનો સંદેશ આપે છે. અદાકારાને અંગત રીતે શ્વાન અને બિલાડીઓ અત્યંત પ્રિય છે. તે પ્રાણીઓની સુરક્ષા માટે કડક કાયદા બનાવવા માટેની હિમાયત સોશ્યલ મીડિયાના માધ્યમથી કરતી રહે છે. તેણે 'પેટા'  ઇન્ડિયા સાથે પણ કામ કર્યું છે. મહત્વની વાત એ છે કે તેણે તાજેતરમાં એક કંપનીમાં રોકાણ કર્યું છે. આ કંપની મંદિરોમાં ચઢાવવામાં આવેલા ફૂલોમાંથી વીગન લેધર તૈયાર કરે છે. આલિયાની આ બધી પ્રવૃત્તતિઓને ધ્યાનમાં લઇને ‘પેટા’એ તેને પર્સન ઓફ ધ યર ખિતાબથી નવાજી છે.  ‘પેટા’ ઇન્ડિયાનું કહેવું છેઃ આલિયા ભટ્ટ પ્રાણીઓનો ઉપયોગ કરવાની જરૂર ન પડે એવી વીગન ફેશનનો પ્રચાર-પ્રસાર કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તે આગામી પેઢીને પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવા પણ પ્રેરે છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter