આલિયા - રણબીરના લગ્ન ફરી ચર્ચામાં

Friday 12th November 2021 04:43 EST
 
 

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. હવે તેઓ લગ્ન કરવાના છે તેવી વાત ફરી જોરશોરથી થઇ રહી છે. કહેવાય છે કે, આ પ્રેમીપંખીડા આવતા મહિને - ડિસેમ્બરમાં લગ્ન કરે તેવી પૂરી શક્યતા છે. એક અંગ્રેજી ન્યુઝપેપરની વેબસાઇટના અનુસાર, રણબીર કપૂર આલિયા ભટ્ટ આ વરસના ડિસેમ્બર મહિનામાં લગ્ન કરે તેવી પૂરી શક્યતા છે. વાસ્તવમાં રણબીર કપૂર જલદી જ દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’નું શૂટિંગ શરૂ કરવાનો હતો. જોકે હવે તેણે આ ફિલ્મના શૂટિંગ માટેની તારીખો આવતા વરસની આપી છે. તો આલિયા ભટ્ટ પણ પોતાના દરેક પ્રોજેક્ટસના શૂટિંગ નવેમ્બર સુધીમાં પુરા કરી લેવાની છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નજીકના સૂત્રો અનુસાર, રણબીર અને આલિયા નવેમ્બરના અંત સુધીમાં પોતપોતાના કમિટમેન્ટ પૂરા કરવા માંગે છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter