આ વર્ષે યશરાજ બેનરની ૫ ફિલ્મ

Sunday 14th March 2021 07:01 EDT
 
 

યશરાજ ફિલ્મ્સે આ વર્ષે પાંચ ફિલ્મ રીલિઝ કરવાની તૈયારી કરી લીધી છે. ફિલ્મચાહકો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તેવી આ પાંચ ફિલ્મોમાં ‘પૃથ્વીરાજ’, ‘જયેશભાઇ જોરદાર’, ‘શમશેરા’, ‘બંટી ઔર બબલી-૨’ અને ‘સંદીપ ઔર પિન્કી ફરાર’ સામેલ છે. યશરાજ ફિલ્મ્સનું કહેવું છે કે તે અગાઉની માફક સિનેમાહોલમાં ઓડિયન્સને પરત ખેંચી લાવવા ઇચ્છે છે તેથી આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ નહીં થાય. ઉલ્લેખનીય છે કે યશરાજ ફિલ્મ્સને ગત વર્ષે ૫૦ વર્ષ પૂરા થયા છે, પણ કોરોનાને કારણે સુવર્ણ જયંતી વર્ષમાં બેનરની એકેય ફિલ્મ સિનેમાહોલમાં રિલીઝ થઇ શકી નહોતી.

આ પાંચ ફિલ્મોમાંથી સૌથી પહેલા ૧૯ માર્ચે સંદીપ ઔર પિન્કી ફરાર (અર્જુન કપૂર-પરિણીતિ ચોપરા), ૨૩ એપ્રિલે બંટી ઔર બબલી-૨ (સૈફ અલી ખાન-રાની મુખરજી), ૨૫ જૂને શમશેરા (સંજય દત્ત, રણબીર કપૂર), ૨૭ ઓગસ્ટે જયેશભાઇ જોરદાર (રણવીર સિંહ-શાલિની પાન્ડે) અને ૫ નવેમ્બરે પૃથ્વીરાજ (અક્ષય કુમાર-માનુષી છિલ્લર-સંજય દત્ત) રિલીઝ થશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter