એક બાર ફિર... સ્પોર્ટ્સ અને ગ્લેમરની લવસ્ટોરી

Tuesday 22nd November 2022 04:46 EST
 
 

સ્પોર્ટ્સ અને ગ્લેમર વચ્ચેના સંબંધો ફરી એક વખત ચર્ચામાં છે. ક્રિકેટર ઋષભ પંત અને ઉર્વશી રાઉતેલા ડેટિંગ કરતા હોવાની વાત ઘણી વાર ઊઠી હતી, પણ બંનેમાંથી કોઈએ અટકળોને સ્વીકારી ન હતી. જોકે ક્રિકેટર શુભમન ગિલ અને સારા અલી ખાનના કિસ્સામાં દિલની વાત હોઠો સુધી આવી ગઈ છે. સારા સાથેના રિલેશન્સને આડકતરી રીતે સ્વીકારતા શુભમન કહે છે કે તેઓ કદાચ ડેટિંગ કરે છે, કદાચ નથી કરતા.
એક્ટર સોનમ બાજવાના પંજાબી ચેટ શો ‘દિલ દિયાં ગલ્લા’ના ક્લિપિંગ્સ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. જેમાં ક્રિકેટર શુભમન એક્ટર સારા સાથેના રિલેશન્સ અંગે ‘સારા કા સારા સચ’ શેર કર્યું છે. સોનમના પોપ્યુલર પંજાબી ચેટ શો ‘દિલ દિયાં ગલ્લાં’ની બીજી સિઝનના પ્રોમોમાં શુભમન ગિલ ગેસ્ટ તરીકે જોવા મળે છે. વીડિયોમાં સોનમ તેને સવાલ પૂછે છે કે ફિટેસ્ટ ફીમેલ એક્ટર કોણ છે? જવાબમાં શુભમન ગિલ તરત જ સારાનું નામ બોલી ઊઠે છે. ત્યાર બાદ સોનમે શુભમનને સીધો જ સવાલ કર્યો હતો કે, શું તે સારા સાથે ડેટિંગ કરે છે? જવાબમાં શુભમને કહ્યું હતું કે, કદાચ... સોનમ સવાલને વધુ આકરો બનાવે છે અને કહે છે, ‘સારા કા સારા સચ બોલો પ્લીઝ’. શુભમન પણ તેવી જ રીતે કહે છે, ‘સારા કા સારા સચ હી બોલ રહા હું... કદાચ અમે ડેટિંગ કરીએ છીએ, કદાચ નથી કરતા.’ શુભમન અને સારા આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પહેલી વાર સાથે દેખાયા હતા. ટીકટોક યુઝરે મુંબઈની એક રેસ્ટોરાંમાં ડિનર લઈ રહેલા સારા-ગિલનો વીડિયો શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ શુભમનનું નામ સચિન તેંડુલકરની દીકરી સારા સાથે જોડાયુ હતું. સારા અલી ખાન અગાઉ તેના કો-સ્ટાર કાર્તિક આર્યન સાથે ડેટિંગ કરતી હતી. 2020ના વર્ષમાં બંને છૂટા પડ્યા હતા, પરંતુ સારાએ તાજેતરમાં કાર્તિક સાથે રિલેશન હોવાની અટકળોને ફગાવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter