ચેમ્પિયન્સ ઓફ ચેન્જ દિયા મિર્ઝા

Thursday 07th October 2021 07:21 EDT
 
 

એકટ્રેસ દિયા મિર્ઝાને તાજેતરમાં ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. દિયા મિર્ઝાને આ સન્માન પર્યાવરણ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપવા માટે એનાયત થયું છે. પહેલી ઓક્ટોબરે રાત્રે મુંબઈની તાજમહેલ હોટેલમાં આ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દિયા મિર્ઝાને આ સન્માન ઇન્ટરેક્ટિવ ફોર્મ ઓન ઇન્ડિયન ઇકોનોમી સંસ્થા - ભારત સરકાર તરફથી અપાયું છે, જે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીના હસ્તે એનાય થયું હતું. આ સન્માન સ્વીકાર માટે પહોંચેલી દિયા મિર્ઝાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. આ એવોર્ડ તેને વર્ષ ૨૦૨૦માં કરેલી કામગીરી બદલ મળ્યો છે. દિયા મિર્ઝાની વર્ષ ૨૦૧૭માં ભારત ખાતેના યુનાઇટેડ નેશન્સ પર્યાવરણ સદ્ભાવના દૂતના રૂપે પસંદ કરવામાં આવી હતી. બાદમાં તેનો કાર્યકાળ વધારીને ૨૦૨૦ સુધી લંબાવાયો હતો. દિયા આજે પણ પર્યાવરણની સુરક્ષા અને તેની સાથે જોડાયેલ મુદ્દાઓ પર જાગ્રતતા ફેલાવવાનું કામ કરે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter