જ્હોનભાઇ જરા એ તો કહો... આ ફોટો કોણે ક્લિક કર્યો?

Thursday 11th March 2021 06:57 EST
 
 

જ્હોન અબ્રાહમે તેની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ માટે શૂટિંગ શરૂ કર્યું છે તે સાથે જ આ સમાચાર સોશિયલ મીડિયામાં છવાઇ ગયા છે. વાત એમ છે કે તેણે ઇન્ટરનેટ પર એક ફોટોગ્રાફ શેર કરીને સોશિયલ મીડિયા પર સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફોટોગ્રાફમાં જણાય છે કે, જ્હોને શરીર પર એક પણ કપડું પહેર્યું નથી અને માત્ર ઓશિકાથી તેના મસ્ક્યુલર બોડીને કવર કરવાની કોશિશ કરી છે. તેની બાજુમાં રૂમ હિટર જોવા મળ્યું હતું. જ્હોને ફિલ્મના સેટ્સ પરથી ક્લિક કરવામાં આવેલો આ ફોટોગ્રાફને શેર કરવાની સાથે કેપ્શન લખી હતીઃ ‘વેઇટિંગ ફોર વોડ્રોબ. સેટલાઈફ.’ તેના ફેન્સ આ ફોટોગ્રાફ્સને સુપર્બ અને અમેઝિંગ ગણાવી રહ્યા છે, પરંતુ સાથે સાથે સવાલ પણ કરી રહ્યા છે કે, આખરે સેટ પર આ ફોટોગ્રાફ ક્લિક કોણે કર્યો હતો?!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter