ડીડીએલજેનો હવે મ્યુઝિકલ ડ્રામા

Monday 15th November 2021 04:43 EST
 
 

ભારતીય સિનેમાની આઈકોનિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું નવું વર્ઝન નવી પેઢીને જોવા મળશે. આ ફિલ્મને આદિત્ય ચોપરા મ્યુઝિકલ પ્લેમાં નવી કાસ્ટ સાથે બનાવશે. આદિત્ય ચોપરા મ્યુઝિકલ પ્લેમાં નવી કાસ્ટ સાથે બનાવશે. આદિત્ય ચોપરાએ કહ્યું છે કે હું આ વરસે મારો સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરી રહ્યો છું. હું હોલિવૂડ અને અમેરિકન પોપ કલ્ચરથી પ્રભાવિત હતો. મારું શમણું હતું કે થોડી ભારતીય ફિલ્મો બનાવ્યા પછી હું હોલીવૂડ જતો રહીશ અને ટોમ ક્રુઝને મુખ્ય રોલમાં લઈને વિશ્વના અંગ્રેજી બોલતા દર્શકો માટે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ બનાવીશ. જોકે, હું મારું એ શમણું પૂરું કરી શક્યો નથી, જે હવે પૂરું કરીશ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter