મુંબઈના બાંદ્રામાં કપૂર પરિવારે દિવાળીનું ભવ્ય સેલિબ્રેશન કર્યું હતું. કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘર પર દિવાળી બેશમાં કપૂર પરિવારના સભ્યો ભેગા થયા હતા. કરિશ્મા, નીતુ કપૂર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, ઈબ્રાહિમ અલી ખાન, સારા અલી ખાન સહિત અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા. આલિયા ભટ્ટ તેની ફેશન સ્ટાઈલિશ રિયા કપૂરે તૈયાર કરેલી ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી. કરીના કપૂર રાજસ્થાની ડિઝાઈનના બ્લૂ-ગોલ્ડ લહેંગામાં જોવા મળી હતી. જ્યારે, કરિશ્મા કપૂર ગોલ્ડન એથનિક ડ્રેસમાં સજજ હતી. આ સિવાય અન્ય સ્ટાર્સના પણ દિવાળી સેલિબ્રેશનની તસવીરો સામે આવી હતી. અક્ષય કુમારે લંડનમાં દિવાળીની ઉજવણી કરી હતી. જયારે, ક્રિતી સેનન, સોનમ કપૂર અને પ્રિયંકા ચોપરા જેવા સ્ટાર્સ પણ દિવાળી ઉજવતા જોવા મળ્યા હતા. દિયા મિર્ઝા અને અવનીત કૌરે દિવાળી લૂકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.


