ધક્ ધક્ ગર્લનો ઇન્ડિયન લૂક

Wednesday 09th June 2021 07:15 EDT
 
 

એક મનમોહક મુસ્કાનથી લાખો લોકોનાં દિલના ધબકારા વધારી દેતી માધરી દીક્ષિત સોશિયલ મીડિયા પર હંમેશાં સક્રિય હોય છે. તેના કરોડો ફેન્સ પણ આ ધક્ ધક્ ગર્લની અવનવી અદાઓ જોવા હંમેશાં બેતાબ હોય છે. આ વખતે માધુરીએ સોશિયલ મીડિયા પર તેના ઇન્ડિયન લૂક ધરાવતી તસવીર શેર કરી હતી, જે જોઈને ફેન્સ દિવાના થયા છે. જોકે તેનો આ ઇન્ડિયન ખૂબસૂરત લૂક ચર્ચાનો વિષય બન્યો હોવાની કંઇ પહેલી ઘટના નથી. પાછલા દિવસોમાં માધુરી જ્યારે સ્કર્ટ અને સિલ્ક શર્ટમાં સ્ટેજ પર પોતાની અદાઓ દેખાડી હતી ત્યારે હિન્દી ફિલ્મઉદ્યોગની નવી નવી હસીનાઓ પણ તેમના લૂક સામે ફિકી જણાતી હતી. એ તો ફિલ્મચાહકો જાણે જ છે કે ફેશન અને સ્ટાઈલની વાત હોય કે એલિગન્ટ લૂકની વાત હોય માધુરી હંમેશા મોખરે જોવા મળે છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter