તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ફેમસ કપલ નયનતારા અને વિગ્નેશ શિવન તાજેતરમાં જ એક્ટ્રેસની જન્મદિવસની ઊજવણી કરવા દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીના પ્રવાસ દરમિયાન બંનેએ અહીંની પ્રખ્યાત રેસ્ટોરાંમાં સ્વાદિષ્ટ ભોજનની મજા માણી હતી. અને એ પણ સામાન્ય સહેલાણીઓની જેમ. વાસ્તવમાં તેઓ બન્ને દિલ્હીની એક પ્રખ્યાત રેસ્ટોરાંમાં પ્રવેશવા માટે અન્ય લોકોની સાથે લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા. આ બન્નેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં બન્ને કોનોટ પ્લેસની એક પ્રખ્યાત રેસ્ટોરાંમાં સામાન્ય લોકો સાથે ભોજનની મજા લેતાં જોવા મળ્યા હતા. અને સામાન્ય લોકો વચ્ચે જમતી વખતે લોકો આ સ્ટાર્સને ઓળખી પણ શક્યા ન હતા. આ બન્ને રેસ્ટોરાંમાં પ્રવેશવા લગભગ અડધા કલાક લાઇનમાં ઉભા રહ્યા હતા.
વિગ્નેશ અને નયનતારા તેમના જોડિયા પુત્રો સાથે સૌથી પહેલા દિલ્હીના કુતુબ મિનાર પહોંચ્યા. આ પછી બન્નેએ દિલ્હીને શ્રેષ્ઠ રેસ્ટોરાં શોધીને જવાનું નક્કી કર્યું અને પછી બન્ને કોનોટ પ્લેસની પ્રખ્યાત નોર્થ ઈન્ડિયન હોટેલમાં પહોંચ્યા હતા. વિગ્નેશે આ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. સાથે લખ્યું હતું કે, ‘17 નવેમ્બર, આટલા વર્ષોમાં જન્મદિવસની એક નાનકડી ઉજવણી. દિલ્હીમાં જન્મદિવસની સાંજે આ રાત્રિભોજન ખરેખર આનંદદાયક, વ્યક્તિગત અને ઘનિષ્ઠ અને ખૂબ જ સ્વાદિષ્ટ હતું. અમે બન્ને 30 મિનિટ સુધી કતારમાં ઊભા રહ્યા અને પછી એક સારું સેન્ટર ટેબલ મળ્યું.’