નવા વર્ષમાં અક્ષયની ૮ ફિલ્મ

Tuesday 04th January 2022 09:10 EST
 
 

પેન્ડેમિક અને લોકડાઉન બાદ સૂર્યવંશી ફિલ્મ દ્વારા થિયેટર્સને હાઉસફૂલ કરી દેનારો અક્ષર કુમાર બોલિવૂડનો બિઝીએસ્ટ સ્ટાર છે. હાલ અક્ષયની આઠ ફિલ્મ અને એક વેબ સિરિઝ પાઇપલાઇનમાં છે. તેના અપકમિંગ પ્રોજેક્ટ્સ રૂ. ૨૦૦૦ કરોડની અધધધ આવક મેળવે તેવી શક્યતા છે. જેમાં થિયેટર, સ્ટ્રિમિંગ અને સેટેલાઇટ રાઇટ્સનો સમેશ થાય છે. અપકમિંગ પ્રોજેક્ટના ફિગર અંગે પૂછવામાં આવતાં અક્ષયે કહ્યું હતું કે, કોવિડ-૧૯ પેન્ડેમિકે તેને સમજાવ્યું છે કે, કશું જ બેન્કેબલ નથી. જોકે આ પ્રકારના પ્રોજેકશનથી પોતે પ્રાઉડ ફિલ કરતો હોવાનું અક્ષયે સ્વીકાર્યું છે.
તેનું કહેવું છે કે ૨૦૨૨ના વર્ષ પાસેથી ઘણી બધી આશા-અપેક્ષાઓ છે, પરંતુ પાછલા બે વર્ષને જોતાં તો એવું જ લાગે છે કે અનિશ્ચિતતા જ અંતિમ સત્ય છે. અક્ષય કુમાર માને છે કે તેની સૂર્યવંશી કોઇ બિગ બજેટ ફિલ્મ નથી. તેણે ભારતમાં રૂ. ૨૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મના પ્રમોશનમાંથી નવરાશ મળતાં જ અક્ષયે હિસ્ટોરિકલ એપિક પૃથ્વીરાજને આખરી ઓપ આપવાનો છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે ૨૦૧૭ની મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે. પૃથ્વીરાજ આગામી ૨૧ જાન્યુઆરીના રોજ રિલિઝ થવાની શક્યતા છે. અક્ષયની બીજી એક ફિલ્મ બચ્ચન પાંડેમાં ક્રિતિ સેનોન અને જેક્વેલિન ફર્નાન્ડિઝ છે. આ ઉપરાંત અક્ષયની ફિલ્મ રક્ષાબંધન, રામસેતુ, મિશન સિન્ડ્રેલા, ગોરખા અને ઓએમજી-૨ પણ પાઇપલાઇનમાં છે. આ બધા ઉપરાંત અક્ષય એમેઝોન પ્રાઇમની સિરિઝ ધ એન્ડમાં જોવા મળશે તેવા
અહેવાલ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter