પ્રીતિ ઝિન્ટાના ઘરે પારણું બંધાયું

Thursday 25th November 2021 06:32 EST
 
 

પ્રીતિ ઝિન્ટા ૪૬ વરસની વયે જોડકા બાળકોની માતા બની છે. તેને ત્યાં સરોગસી દ્વારા એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો છે. પ્રીતિએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી શેર કરી હતી. તેણે ૧૯ નવેમ્બરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, હું આજે દરેક સાથે એક ખુશખબર શેર કરવા માંગું છું. હું અને જેન આજે બહુ ખુશ છીએ. અમારું દિલ આભાર અને પ્રેમથી છલકાઇ રહ્યું છે. આજે અમે અમારા જોડિયા સંતાનો જય ઝિન્ટા ગુડઇનફ અને જિયા ઝિન્ટા ગુડઇનફનું અમારા પરિવારમાં સ્વાગત કરીએ છીએ. તેણે વધુમાં લખ્યું હતું કે, અમે જિંદગીના આ નવા પડાવ પર પહોંચીને બેહદ ખુશ છીએ અને ઉત્સાહિત છીએ. ડોકટર્સ, નર્સ અને અમારી સરોગેટની આ ખૂબસૂરત મુસાફરી માટે આભાર માનું છું. તમને બધાને ખૂબ ખૂબ પ્રેમ.
પ્રીતિ ઝિન્ટાએ પોતાના કરતાં ૧૦ વરસ નાના અમેરિકન સિટીઝન જીન ગુઇનફ સાથે ૨૯ ફેબ્રુઆરી, ૨૦૧૬ના લોસ એન્જલસમાં લગ્ન કર્યા છે. તેમના લગ્ન રાજપૂત વિધીથી થયા હતા. જોકે તેમણે લગ્નના સમાચાર ખાનગી રાખ્યા હતા અને લગ્નની તસવીરો પણ છ મહિના પછી મીડિયામાં મૂકી હતી. લગ્ન બાદ પ્રીતિ પતિ સાથે લોસ એન્જલસમાં સ્થાયી થઇ ગઇ છે. જેન લોસ એન્જલસમાં ફાઇનાન્શિયલ એનાલિસ્ટ તરીકે કાર્યરત છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter