ફાળકે એવોર્ડ્સઃ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બેસ્ટ ફિલ્મ

રણબીર બેસ્ટ એક્ટર - આલિયા બેસ્ટ એક્ટ્રેસ

Saturday 04th March 2023 08:20 EST
 
 

દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સમાં બેસ્ટ ફિલ્મ તરીકે બહુચર્ચિત ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ બાજી મારી છે. જ્યારે એસ.એસ. રાજામૌલીની બોક્સ ઓફિસ પર ગાજનારી ફિલ્મ ‘RRR’ને ફિલ્મ ઓફ ધ યર જાહેર કરાઇ છે. બોલિવૂડનું હોટ કપલ ગણાતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંનેએ અનુક્રમે બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મેળવ્યો છે. પાંચ દાયકાથી વધુ સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ અને અનેક સદાબહાર ફિલ્મોમાં અભિનયનું ઓજસ પાથરનારી રેખાને સન્માનિત કરતા આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ઇન ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

બેસ્ટ ફિલ્મ - વિવેક અગ્નિહોત્રી (‘ધ કાશ્મીર ફાઇલ્સ’)
બેસ્ટ ડિરેક્ટર - આર. બાલ્કી (‘ચૂપઃ રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ’)
બેસ્ટ એક્ટર - રણબીર કપૂર (‘બ્રહ્માસ્ત્ર’ પાર્ટ 1)
બેસ્ટ એક્ટ્રેસ - આલિયા ભટ્ટ (‘ગંગુબાઇ કાઠિયાવાડી)
મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર - રિષભ શેટ્ટી (‘કાંતારા’)
બેસ્ટ વેબ સિરીઝ - (‘રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ’)
ક્રિટીક્સ બેસ્ટ એક્ટર - વરુણ ધવન (‘ભેડિયા’)
ક્રિટીક્સ બેસ્ટ એક્ટ્રેસ - વિદ્યા બાલન (‘જલસા’)
ફિલ્મ ઓફ ધ યર - રાજામૌલી (‘RRR’)
બેસ્ટ એક્ટર ઇન અ નેગેટિવ રોલ - દુલેર સલમાન (‘ચૂપઃ રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ’)
બેસ્ટ એક્ટ્રેસ ઇન અ નેગેટિવ રોલ - મૌની રોય (‘બ્રહ્માસ્ત્ર’ પાર્ટ1 – શિવા)
ટેલિવિઝન સિરીઝ ઓફ ધ યર - ‘અનુપમા’
મોસ્ટ વર્સેટાઇલ એક્ટર ઓફ ધ યર - અનુપમ ખેર (‘ધ કાશ્મીર ફાઇલ્સ’)
બેસ્ટ એક્ટર (ટીવી સીરિઝ) - ઝૈન ઇમામ (‘ફના- ઇશ્ક મેં મરજાવા’)
બેસ્ટ એક્ટ્રેસ (ટીવી સીરિઝ) - તેજસ્વી પ્રકાશ (‘નાગીન-6)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter