બોનીને બર્થડે ગિફ્ટઃ દુબઇના ગોલ્ડન વિઝા

Saturday 20th November 2021 05:50 EST
 
 

નિર્માતા-દિગ્દર્શક બોની કપૂર હાલ પોતાનો જન્મદિવસ દુબઈમાં પરિવારજનો સાથે મનાવી રહ્યા છે. તેમની બંને પુત્રીઓ જ્હાનવી અને ખુશી વેકેશન વેળાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. દુબઈ સરકારે બોની કપૂરને ગોલ્ડન વિઝા આપીને તેમના બર્થડેને યાદગાર બનાવી દીધો છે. બોની અને તેમના ચારે સંતાનોને ગોલ્ડન વિઝા અપાયા છે. બોની કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દુબઈ સરકારનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે વિઝા સ્વીકારતી તસવીર પણ શેર કરી છે, જેમાં તેઓ જ્હાન્વી અને ખુશી સાથે જોવા મળે છે. બોનીએ આ તસવીર સાથે લખ્યું છે કે મારા જન્મદિવસે જ દુબઈ સરકારે મને અને મારા ચારેય સંતાનોને ગોલ્ડન વિઝા આપ્યા છે એ બદલ હું તેમનો આભાર માનું છું. જોકે, આ દરમિયાન બોનીની પુત્રી અંશુલા અને પુત્ર અર્જુન તેમની સાથે જોવા મળ્યા નહોતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter