બ્રેકઅપની વાતો પર પડી ગયો પરદો

Friday 03rd November 2023 08:09 EDT
 
 

મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર પાછલા ચાર વર્ષથી રિલેશનશિપમાં છે. આ સેલિબ્રિટી કપલે લગ્નની તારીખ તો જાહેર કરી નથી, પરંતુ જીવનભર એકબીજાનો સાથ આપવાના ઇરાદા જાહેર કરતા રહે છે. આ વાતો વચ્ચે કેટલાક દિવસથી અર્જૂન અને મલાઇકા વચ્ચે બ્રેકઅપની વાતો વહેતી થઇ હતી. જોકે હવે મલાઇકાના 50મા જન્મદિને અર્જૂન કપૂરે એક રોમેન્ટિક ફોટો શેર આ વાતો પર પરદો પાડી દીધો છે. સાથે સાથે જ અર્જૂને કપરા સંજોગોમાં પણ તેની સાથે રહેવાની ખાતરી આપી છે.
ફિટનેસ અને ફેશન ટ્રેન્ડસેટર તરીકે ઓળખાતી મલાઇકાએ સોમવારે 50મો જન્મદિને ઉજવ્યો હતો. આ પ્રસંગે બોયફ્રેન્ડે અર્જૂને મલાઇકા સાથેનો ફોટોગ્રાફ શેર કરતાં શુભેચ્છા આપવાની સાથે કેપ્શનમાં જણાવ્યું હતુંઃ ‘તારા આગમનથી જીવનમાં ઉજાસ, આનંદ અને હાસ્યનું આગમન થયું છે. મોટી ઉથલપાથલમાં પણ હું દર વખતે તારી પાછળ અડીખમ ઊભો રહીશ...’ અર્જૂને મલાઇકા સાથે ડાન્સ કરતો ફોટોગ્રાફ પણ શેર કર્યો હતો. જવાબમાં મલાઇકાએ ‘લવ યુ...’ કોમેન્ટ સાથે રેડ હાર્ટ ઇમોજી શેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે સોશિયમ મીડિયા ઇન્ફલુએન્સર કુશા કપિલા સાથે અર્જૂનની નિકટતા પગલે મલાઇકા સાથે બ્રેકઅપ થયું હોવાની અટકળો વહેલી થઇ હતી. કુશાએ થોડા સમય પહેલા પતિ જોરાવર સિંહ સાથે છૂટાછેડા લીધા હતા. કુશાએ અગાઉ અર્જૂન સાથે ડેટિંગની અફવા નકારી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter