મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું નિધન

Thursday 08th July 2021 05:17 EDT
 
 

મંદિરા બેદીના હસબન્ડ અને ફિલ્મ પ્રોડ્યૂસર રાજ કૌશલનું ૪૯ વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થયું છે. ફિલ્મમેકર ઓ’નિરે આ સમાચાર આપતા ટ્વિટ કર્યું હતું કે, ‘બહુ જલ્દી ચાલ્યા ગયા. બુધવારે (૩૦ જૂન) સવારે આપણે ફિલ્મમેકર અને પ્રોડ્યૂસર રાજ કૌશલને ગુમાવ્યા. ખૂબ જ દુઃખદ. તેઓ મારી પહેલી ફિલ્મ ‘માય બ્રધર નિખિલ’ના કો-પ્રોડ્યૂસર હતા. બહુ થોડાં વ્યક્તિઓમાં તેઓ સામેલ હતા કે, જેમણે અમારા વિઝનમાં વિશ્વાસ મૂક્યો હતો અને અમને સપોર્ટ આપ્યો હતો.’ રાજની અંતિમયાત્રા સમયે મંદિરાની આંખોમાંથી આંસુ સુકાતા નહોતા. રાજને ટ્રિબ્યૂટ આપતા એક્ટર ટિસ્કા ચોપરાએ ટ્વિટ કર્યું હતું કે, ‘વિશ્વાસ કરી શકતી નથી. રાજ કૌશલ હવે આપણી વચ્ચે રહ્યા નથી. ખૂબ જ શોકિંગ. મંદિરા બેદી અને તેના બે લવલી કિડ્ઝ પ્રત્યે સહાનુભૂતિ.’ મંદિરા બેદી અને રાજ કૌશલે ૧૯૯૯માં મેરેજ કર્યા હતા. તેમને બે સંતાન તારા અને વીર છે. આ કપલે ગયા વર્ષે જ તારાને દત્તક લીધી હતી. ફિલ્મ પ્રોડ્યૂસર સિવાય રાજ એક રાઇટર અને ડિરેક્ટર પણ હતા અને તેમણે ‘એન્થની કૌન હૈ’, ‘શાદી કા લડ્ડુ’ અને ‘પ્યાર મેં કભી કભી’ જેવી બોલિવૂડ ફિલ્મ્સને ડિરેક્ટ કરી હતી. તેમણે કોપીરાઇટર તરીકે તેમની કરિઅરની શરૂઆત કરી હતી. ૧૯૯૮માં તેમણે પોતાની એડ્વર્ટાઇઝિંગ પ્રોડક્શન કંપની શરૂ કરી હતી અને ૮૦૦થી વધારે એડ્ઝને ડિરેક્ટ કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter