મની લોન્ડરિંગ કેસમાં જેક્લીનને જામીન

Monday 21st November 2022 04:56 EST
 
 

ઠગ સુકેશ ચંદ્રશેખરે આચરેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝના દિલ્હી કોર્ટે જામીન મંજૂર રાખ્યા છે. સ્પેશિયલ જજ શૈલેન્દ્ર મલિકે 50 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ અને તેટલી જ રકમની એક શ્યોરિટી પર જેકલીનને જામીન આપ્યા છે. જોકે, જેક્લીન કોર્ટની મંજૂરી વિના વિદેશ નહીં જઈ શકે. ગત 10 નવેમ્બરે કોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ જેક્લીનની જામીન અરજી અંગે ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જામીન ન આપવાની રજૂઆત સાથે એવી દલીલ કરી હતી કે આ કેસના તમામ આરોપીઓ જેલમાં છે તો જેક્લીનને જામીન શા માટે આપવા જોઇએ? તેણે વિદેશ ભાગી જવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને કેસની તપાસમાં સહકાર પણ નથી આપ્યો. તેથી તેને જામીન ન મળવા જોઈએ. તેની સામે સુકેશ પાસેથી કરોડોની ગિફ્ટ્સ લેવાનો આરોપ છે. ઇડીની આ આ દલીલ જોકે કોર્ટે ફગાવી દીધી હતી. આ કેસમાં દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા અભિનેત્રી નોરા ફતેહીની પણ પૂછપરછ કરી ચૂકી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter