રણદીપ હૂડા લગ્નબંધનથી જોડાશે લીના સાથે

Saturday 11th November 2023 06:59 EST
 
 

એક્ટર રણદીપ હૂડા આ મહિને તેની ગર્લફ્રેન્ડ લીના લૈશરામ સાથે લગ્ન કરી રહ્યો હોવાના અહેવાલ છે. રણદીપ અને લીના બહુ લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે. રણદીપ હાલ 47 વર્ષનો થઈ ચૂક્યો છે જ્યારે લીના તેના કરતાં દસ વર્ષ નાની છે. મૂળ ઈશાન ભારતની લીના જ્વેલરીના બિઝનેસમાં હોવાનું કહેવાય છે. રણદીપે પોતાની અંગત જિંદગી બહુ પર્સનલ રાખી છે. તેણે આ રિલેશનશિપ વિશે પણ ક્યારેય કોઈ ચર્ચા કરી નથી. જોકે, થોડા સમય પહેલાં તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટ પર લીના સાથે ફોટો શેર કર્યો હતો. લગ્નમાં પણ તે માત્ર પરિવારજનો તથા ખાસ મિત્રોને આમંત્રણ આપવાનો છે. મીડિયાથી દૂર રહેવા તે કદાચ મુંબઈ બહાર લગ્ન ગોઠવે તેવી પણ શક્યતા છે. રણવીર તાજેતરમાં ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ બાયોપિક ફિલ્મના કારણે વિવાદમાં આવ્યો હતો. આ ફિલ્મના રાઈટ્સ અંગે તેના અને નિર્માતાઓ વચ્ચે તકરાર થઈ હતી. નિર્માતાઓએ આક્ષેપ કર્યો હતો કે કોઈ હક્ક ન હોવા છતાં પણ રણબીરે આ ફિલ્મનાં તમામ ફૂટેજ બિનઅધિકૃત રીતે પોતાની પાસે રાખી લીધાં છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter