રણવીર યશરાજ કેમ્પમાંથી પણ આઉટ

Sunday 14th May 2023 07:44 EDT
 
 

સ્ટાર એક્ટર રણવીર સિંહને ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી અભિનય ક્ષેત્રે બ્રેક આપનાર યશરાજ રાજ ફિલ્મ્સે હવે તેની સામેથી મોં ફેરવી લીધું હોવાના અહેવાલ છે. બોલીવૂડનાં સૌથી મોટાં બેનર યશરાજ ફિલ્મ્સે તેના સૌથી માનીતા કલાકારોમાંના એક રણવીર સિંહને પડતો મૂકવામાં આવતા તેની કારકિર્દી પર પ્રશ્નાર્થચિહ્ન મૂકાઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે રણવીરની છેલ્લી ત્રણેય ફિલ્મો ‘સરકસ’, ‘જયેશભાઈ જોરદાર’ અને ‘83’ સુપર ફલોપ સાબિત થઈ છે. આમ રણવીર હવે સેલેબલ સ્ટાર ગણાતો નથી. દરમિયાન નવા ઘટનાક્રમ અનુસાર યશરાજ ફિલમ્સ દ્વારા રણવીરને હાલ કોઈ ફિલ્મમાં સાઈન નહિ કરવાનું નક્કી કરાયું છે. આ પ્રોડક્શન હાઉસ દ્વારા ‘પઠાણ’ અને ‘ટાઈગર’ સીરિઝ ઉપરાંત ‘વોર’ તથા ‘ધૂમ’ની ફ્રેન્ચાઈઝી આગળ વધારવાનું નક્કી કરાયું છે. જોકે તેમાં ક્યાંય રણવીરનું નામ વિચારણા હેઠળ નથી. રણવીર સિંહને ‘બેન્ડ બાજા બારાત’ ફિલ્મથી રણવીરને બ્રેક આપવામાં આવ્યો હતો. આ પછી તેને 'લેડીઝ વર્સિસ રિકી બહેલ' તથા 'બેફિક્રે' તથા 'જયેશભાઈ જોરદાર' જેવી તકો પણ આપવામાં આવી હતી.જોકે, રણવીરનાં કમનસીબે તેની હાલ કોઈ ફિલ્મ ચાલતી નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter