રિયા ચક્રવર્તી બિલિયોનેર બિઝનેસમેનના પ્રેમમાં

Tuesday 12th September 2023 10:15 EDT
 
 

રિયા ચક્રવર્તી ફરી એક વખત ચર્ચામાં છે. તે હાલ બિલિયોનેર બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી હોવાના અહેવાલ છે. નિખિલ કામથ ઇન્ડિયન ફાઇનાન્શિયલ કંપની જેરોધાનો કો-ફાઉન્ડર છે. નિખિલ આ પહેલા મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સાથે ડેટ કરતો હતો. લગભગ એક વરસ પહેલા નિખિલ માનુષી સાથે ઋષિકેશ ગયો હતો, જ્યાંથી તેમની ઘણી તસવીરો વાઇરલ થઇ હતી. નિખિલે 2019માં અમાન્ડા પૂર્વાન્કારા સાથે લગ્ન કર્યા હતા, જે એક હાઉસિંગ બ્રાન્ડની માલિક છે. જોકે નિખિલ અને અમાન્ડાના સંબંધો લાંબા ચાલ્યા નહોતા અને બન્નએ છૂટાછેડા લઇ લીધા છે.
કહેવાય છે કે, સુશાંતસિંહ રાજપૂતના નિધન પછી રિયા લાઇફમાં હવે આગળ વધી રહી છે. તેના જીવનમાં ફરી પ્રેમ પાંગરી રહ્યો છે. એક રિપોર્ટના અનુસાર, તે નિખિલ કામથ સાથેની રિલેશનશિપમાં છે. 31 વરસની રિયા અને 36 વરસનો નિખલ ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. નિખિલ એક સફળ બિઝનેસમેન છે અને તેની એક ભારતીય ફાઇનાન્શિયલ સર્વિસ કંપની છે. તેની અને તેના ભાઇની જોઇન્ટ નેટવર્થ 3.24 બિલિયન ડોલર એટલે કે 28 હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. નિખિલે એક સમયે પોતાની કમાણીનો અડધો હિસ્સો દાન કરવાનો ફેંસલો કર્યો હતો ત્યારે તે અખબારોમાં ચમક્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter