શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ છેવટે છૂટા પડ્યા

Saturday 18th June 2022 06:53 EDT
 
 

અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા અને તેના બોયફ્રેન્ડ રાકેશ બાપટનું બ્રેકઅપ થઈ ગયાના અહેવાલો છે. બંને ‘બિગ બોસ’ના સેટ પર સાથે મળ્યાં હતાં. બંને ટૂંક સમયમાં લગ્ન કરી લેવાનાં છે એવી અટકળો પણ અવારનવાર ચાલતી હતી. જોકે, હવે તેમના સંબંધોનો અંત આવ્યો હોવાનું પરિચિતોએ કન્ફર્મ કર્યું છે. જોકે, તેમના નજીકના વર્તુળોના જણાવ્યા અનુસાર બંને કોઈ કડવાશ વિના જ છૂટાં પડયાં છે અને મિત્રો તરીકે સંબંધો યથાવત્ રહેશે. બંનેએ થોડા સમય પહેલાં જ એક વીડિયો સોન્ગ પણ સાથે કર્યું છે. તે બંનેની છેલ્લી સ્ક્રીન શેરિંગ બનશે.  જોકે, દર વખતે શમિતા આ અફવાઓને ખોટી ગણાવીને રિલેશનશિપને કોઈ અસર નહીં થાય તેવા ખુલાસા કરતી હતી. બિગ બોસના સેટ પરથી શરૂ થયેલી લવસ્ટોરીને તેમણે ક્યારેય છૂપાવી ન હતી અને તેઓ વારંવાર સાથે આઉટિંગ પર કે ડિનર ડેટ પર તેમજ અન્ય પ્રસંગોમાં જોવા મળતાં હતાં. શમિતાના મહેમાન તરીકે રાકેશે શિલ્પા શેટ્ટીને ત્યાં પણ અનેક ઈવેન્ટસમાં હાજરી આપી હતી. થોડા સમય પહેલાં રાકેશ પૂણેથી મુંબઈ શિફ્ટ થઈ ગયો હતો. તે વખતે પણ શમિતાનાં દબાણથી જ તેણે પૂણે છોડયું હોવાનું અને હવે બંને લિવ ઇનમાં રહેવાના હોવાનું ચર્ચાયું હતું. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter