શિલ્પા-પતિ રાજ કુન્દ્રાનું અભિનયમાં ડેબ્યુ

Thursday 28th July 2022 07:04 EDT
 
 

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મો બનાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. તેને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવ્યા બાદ હાલ તે જામીન પર છે. હવે રાજ કુન્દ્રાને લઇને અહેવાલ છે કે તે હવે ‘યુટી નંબર 69’ નામની ફિલ્મથી અભિનયમાં ડેબ્યુ કરી રહ્યો છે. રાજ કુન્દ્રાને આર્થર રોડ જેલમાં આ જ નંબરની બેરેકમાં રાખવામાં આવ્યો હતો, અને તેના પરથી જ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે.
રિપોર્ટના અનુસાર, ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં જ કરવામાં આવ્યું છે અને હવે પૂરું થઇ ગયું છે. મીરા રોડમાં ડબ્બા ફેકટરીમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં એમ પણ જણાવામાં આવ્યું છે કે, આ એક નાના બજેટની ફિલ્મ છે અને આના શૂટિંગને રાજ કુન્દ્રાએ ફક્ત 18 કલાકમાં જ પૂરું કર્યું છે. ચર્ચા તો એવી પણ છે કે, હવે તે આ ફિલ્મને ઓટીટી પર વેચવાના પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મના લીડ રોલમાં રાજ કુન્દ્રા જોવા મળશે. કહેવાય છે કે, આ ફિલ્મમાં તેણે પોતાના આર્થર રોડ જેલના અનુભવોને સમાવ્યા છે. આ ફિલ્મની કોઇ પણ વાત બહાર ન જાય તે માટે અન્ય કલાકારો તરીકે ઇન્ડસ્ટ્રીના ઓછા જાણીતા લોકોને લેવામાં આવ્યા છે. ધ બિગર પિકચર બેનરની આ ફિલ્મનું દિગ્દર્શન શાહનવાઝ અલીએ કર્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter