સલમાનને બિગ બોસ-૧૫ હોસ્ટ કરવા કેટલા મળ્યા?!

Friday 08th October 2021 07:21 EDT
 
 

બિગ બોસ-ઓટીટીનું સમાપન થતાંની સાથે જ બીજી ઓક્ટોબરથી સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલો વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ-૧૫ શરૂ થયો છે. બિગ બોસની નવી સિઝનમાં પણ સલમાન ખાનનો દબદબો એવો જ જોવા મળે છે. મીડિયા અહેવાલો અનુસાર શોના મેકર્સ આ સિઝનને હોસ્ટ કરવા માટે સલમાન ખાનને ૩૫૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. જો આને અઠવાડિયા હિસાબે ગણીએ તો સલમાનને દર અઠવાડિયે ૨૪-૨૫ કરોડ રૂપિયા જેટલી ફી મેકર્સ દ્વારા ચૂકવવામાં આવશે. ૧૪ અઠવાડિયા સુધી ચાલનારા આ શોના હોસ્ટિંગ માટે સલમાન ખાને ચાર્જ કરેલી રકમ રિયાલિટી શોના હોસ્ટિંગ માટે અત્યાર સુધીમાં ચૂકવાયેલી સૌથી મોટી રકમ છે. અભિનેતાએ તેની ફીમાં છેલ્લી સિઝનમાં મળેલી રકમમાં ૧૫ ટકાનો વધારો કરવાની માગ કરી હતી. ગત સિઝનમાં તેને અઠવાડિયાના ૧૨થી ૧૪ કરોડ રૂપિયા ચૂકવવામાં આવતા હતા. જોકે આ બાબતે સલમાન ખાન તરફથી કોઇ કન્ફર્મેશન સામે આવ્યું નથી તો બીજી તરફ બિગ બોસ-૧૫ના મેકર્સ પણ સલમાનની ફીના મામલે મોઢામાં મગ ભરીને બેસી ગયા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter