સારા જેહાન હાંડા સાથે ડેટિંગ કરી રહી છે?

Wednesday 21st July 2021 07:14 EDT
 
 

સારા અલી ખાન વધુ એક વખત તેની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં છે. આ પહેલાં તેના કો-સ્ટાર્સની સાથે તેનું નામ જોડવામાં આવ્યું હતું. જોકે, આ એક્ટ્રેસે કોઈ પણ રિલેશનશિપને ક્યારેય કન્ફર્મ કરી નથી. હવે ‘કેદારનાથ’ના આસિસ્ટન્ટ ડિરેક્ટર જેહાન હાંડા સાથેના તેના તાજેતરના ફોટોગ્રાફ અને વીડિયોથી બધાનું ધ્યાન ખેંચાયું છે. જેહાને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમના બંનેનો લવલી બીચ પરનો એક ફોટોગ્રાફ શેર કર્યો હતો. સારાએ તેની ઇન્સ્ટાગ્રામ ફીડ પર એ રિ-પોસ્ટ કર્યો હતો. એકસરખા આઉટફિટમાં સારા અને જેહાન ફન પોઝ આપતા જોવા મળ્યા હતા. આ ફોટોગ્રાફ તેમના સાથેના હોલિડે દરમિયાનનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં ગયા વર્ષે જેહાને એક વીડિયો શેર કર્યો હતો કે જેમાં તેમણે સાથે માણેલી કેટલીક યાદગાર ક્ષણોને રજૂ કરવામાં આવી હતી. સારા આ પહેલાં ‘લવ આજકલ’માં તેના કો-સ્ટાર કાર્તિક આર્યનની સાથે રિલેશનશિપમાં હોવાની અફવાઓ આવી હતી. જોકે, તેઓ બંને અલગ થઈ ગયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter