સારા - વિજયઃ બોલિવૂડના નવા લવ બર્ડ્ઝ?

Saturday 13th March 2021 06:59 EST
 
 

સારા અલી ખાન સતત લાઇમલાઇટમાં રહે છે. હવે તેની પર્સનલ લાઇફની ચર્ચા થઈ રહી છે. વેલેન્ટાઇન્સ ડે પર સારાએ સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિજય દેવેરકોંડા સાથેનો તેનો એક ફોટોગ્રાફ શેર કર્યો હતો અને રિસન્ટલી તેઓ બંને વધુ એક વખત સાથે જોવા મળ્યા છે. બોલિવૂડમાં આ યંગ કપલની ખૂબ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની હાઉસ પાર્ટીમાં અનેક ફિલ્મી સ્ટાર્સની સાથે સારા પણ પહોંચી હતી. સારાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિજય સાથેની એક સેલ્ફી શેર કરી હતી. આ પછીથી તેમના સંબંધોની ચર્ચા થઈ રહી છે. મનીષની પાર્ટીમાં આ કપલે ખાસ ધ્યાન ખેંચ્યું હતું. તેઓ બંને એકબીજાના નિયમિત સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિજય ફિલ્મ ‘લાઇગર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. એવી પણ ચર્ચા છે કે, સારા વિજયની સાથે કોઈ ફિલ્મમાં કામ કરવા ઇચ્છે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter