સારા સાથે લંડનમાં વો કૌન...?!

Saturday 21st January 2023 05:10 EST
 
 

બોલિવૂડમાં ટૂંકા સમયગાળામાં સારાએ આગવું સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં સારા લંડન પ્રવાસે પહોંચી હતી, જેની જાણ તેણે શેર કરેલી તસવીરોથી થાય છે. સારાએ ન્યૂ યર સેલિબ્રેશન સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. સારા લંડન પ્રવાસે તો અવારનવાર પહોંચે છે, આ વખતની મુલાકાતના એક ફોટોએ તેના ચાહકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરો પૈકીની એક તસવીરમાં સારા એક એક ‘મિસ્ટ્રીમેન’ સાથે જોવા મળી છે. ફિલ્મચાહકોને હવે એ જાણવાની ઉત્સુક્તા છે કે આખરે આ મિસ્ટ્રીમેન હતો કોણ? ફોટોમાં એટલું જોવા મળે છે કે તે મિસ્ટ્રીમેને હુડી પહેરેલી છે, પણ તેનો ચહેરો સ્પષ્ટ જોવા મળતો નથી. સારાના ફેન્સને કુતૂહલ એ વાતે છે કે આખરે આ મિસ્ટ્રીમેન તેનો નવો બોયફ્રેન્ડ તો નથીને? જોકે, નવાઈની વાત એ પણ છે કે, સારા જે દિવસોમાં લંડન હતી તે જ દિવસોમાં કાર્તિક આર્યન પણ લંડનમાં ન્યૂ યર મનાવી રહ્યો હતો. આ સંયોગ જોઇને કાર્તિકના ફેન્સમાં સવાલ ચર્ચાઇ રહ્યો છે કે, આ બંને અગાઉ રિલેશનશિપમાં હતાં તો શું ફરીથી તેઓ રિલેશનમાં જોવા તો નહીં મળેને!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter