સુષ્મિતા-રોહમનનું બ્રેકઅપ

Sunday 09th January 2022 09:10 EST
 
 

સુષ્મિતા સેન અને રોહમનના ફેન્સ બંનેના લગ્નબંધને બંધાવાની રાહ જોઈ રહ્યા હતા ત્યાં વીતેલા સપ્તાહે એમના બ્રેકઅપના સમાચાર આવી પડ્યા છે. આ સંદર્ભે સુષ્મિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘મિત્રોની જેમ શરૂઆત થઈ હતી અને મિત્ર રહીશું. સંબંધ ઘણા સમય પહેલાં પૂરો થઈ ગયેલો, પ્રેમ હંમેશા રહેશે.’ આ પોસ્ટને રોહમને રિ-પોસ્ટ કરી હતી. પોસ્ટની રિ-પોસ્ટ પર રોહમનના ફેન્સે દુઃખ સાથે કેટલાય પ્રશ્નો કર્યા હતા, જેમાં એક ફોલોઅરે તો કોમેન્ટ કરતાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતુંઃ ‘ભાઈ, તારા પર સુષ્મિતાનું ઘણું ઋણ છે. એ ભૂલતો નહીં.’ જવાબમાં રોહમને કહ્યું કે, ‘હું કદી નહીં ભૂલી શકું. એ મારો પરિવાર છે.’ એણે હાર્ટ ઈમોજી પણ બનાવ્યું હતું. તો બીજા એક ફોલોઅરે એ પણ પૂછ્યું કે, એ તમારી ફેમિલી છે તો એકબીજાને અનફોલો કેમ કર્યાં છે? હાલ રોહમન અને સુષ્મિતા એકબીજાને ફોલો કરી રહ્યા નથી. રોહમન સુસ્મિતાની દીકરીને રેનીને ફોલો કરી રહ્યો છે. બીજી તરફ સુષ્મિતાના ૬ મિલિયન ફોલોઅર્સ છે અને સુષ્મિતા સાત લોકોને ફોલો કરે છે, જેમાં રોહમન નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter