સુસ્મિતા સેનને હાર્ટ એટેક, સ્ટેન્ટ મુકાવ્યું

Saturday 11th March 2023 08:32 EST
 
 

અભિનેત્રી સુસ્મિતા સેનને 47 વર્ષની વયે હાર્ટ એટેક આવી જતાં એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી છે, અને સ્ટેન્ટ પણ મૂકાવવું પડ્યું છે. જોકે અભિનેત્રીના જણાવ્યા અનુસાર તે હવે સ્વસ્થ છે. મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ચૂકેલી અને અનેક ફિલ્મો તથા હવે વેબ સીરિઝની પણ જાણીતી અભિનેત્રી સુસ્મિતાએ સોશિયલ મીડિયા પર આ bel શેર કરતાં લખ્યું હતું કે મને થોડા દિવસો પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો. નસીબજોગે મને સમયસર સાચી સલાહ અને સારવાર મળી ગઈ છે. એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકાયું છે. સુસ્મિતાએ રમૂજમાં કહ્યું હતું કે હવે ખરા અર્થમાં તેનું દિલ વિશાળ થઈ ગયું છે. બોલીવૂડમાં તબુ, પૂનમ ધિલ્લોં, ગૌહર ખાન, નિકી વાલિયા સહિતની કેટલીય હસ્તીઓએ સુસ્મિતાને ઝડપભેર સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. ચાહકોએ અભિનેત્રી સ્વસ્થ થઈ રહી હોવાનું જાણી રાહત અનુભવી હતી. સુસ્મિતા 'આર્યા' વેબ સીરિઝથી બહુ ચર્ચામાં છે. થોડા સમય પહેલાં આઈપીએલના સંસ્થાપક લલીત મોદીએ સુસ્મિતાને પત્ની ગણાવીને ખળભળાટ મચાવી દીધો હતો. જોકે, બાદમાં લલીત મોદીએ સુસ્મિતાને પોતાની માત્ર પાર્ટનર ગણાવી દીધી હતી એ પછી બંને વચ્ચે બ્રેક અપ થઈ ગયાનું પણ કહેવાય છે. સુસ્મિતા હાલ તેના જૂના પ્રેમી રોહમન શોલ સાથે વધારે જોવા મળે છે. સુસ્મિતાના પારિવારિક પ્રસંગોમાં પણ રોહમનની નિયમિત હાજરી હોય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter