સ્ટેટ ઓફ સીજઃ અક્ષરધામ આતંકી હુમલોઃ કમાન્ડો કાર્યવાહી ફિલ્મી પરદે

Sunday 11th July 2021 05:20 EDT
 
 

‘સ્ટેટ ઓફ સીજ: ટેમ્પલ અટેક’નું પહેલું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ઝી-ફાઇવની આ ફિલ્મમાં અક્ષય ખન્ના નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી) કમાન્ડોના રોલમાં છે. આ ફિલ્મથી તે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મ કરોડો લોકોના આસ્થાના કેન્દ્રસમાન પ્રતિષ્ઠિત અક્ષરધામ મંદિર પર ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૨માં થયેલા આતંકવાદી હુમલા પર આધારિત છે, જેમાં એનએસજીના કમાન્ડોઝે બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. કેન ઘોષ દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મનું નવમી જુલાઈએ પ્રીમિયર થશે. ફિલ્મમાં અક્ષય ખન્ના એનએસજી કમાન્ડોના રોલમાં છે કે જેને ગુજરાતમાં અક્ષરધામ મંદિર પર હુમલો કરનારા આતંકવાદીઓનો ખાત્મો બોલાવીને આ મંદિરને સુરક્ષિત કરવાની જવાબદારી સોંપાઇ છે. ટીઝરમાં ઝલક મળે છે કે, એનએસજીની ટીમે કેવી રીતે મંદિરમાં ફસાઈ ગયેલા લોકો માટે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. ટીઝરમાં એ પણ ઝલક છે કે, ચાર આતંકવાદી અક્ષરધામ મંદિર પર હુમલો કરવાના તેમના કાવતરાને પાર પાડવા માટે કઇ રીતે ટ્રેનમાં ગાંધીનગર પહોંચે છે.
કેન ઘોષ દ્વારા ડિરેક્ટેડ ‘સ્ટેજ ઓફ સીજ: ટેમ્પલ અટેક’માં વિવેક દહિયા અને ગૌતમ રોડ પણ લીડ રોલ્સમાં છે. ડિરેક્ટરનું કહેવું છે કે, આ ફિલ્મ ભારતના એનએસજી કમાન્ડો પ્રત્યે એક ટ્રિબ્યૂટ છે કે જેઓ આપણી રક્ષા કરવા માટે તેમના જીવનને જોખમમાં મૂકવા માટે હંમેશા તૈયાર હોય છે. આ પહેલાં વેબ સીરિઝ ‘સ્ટેજ ઓફ સીજ: ૨૬/૧૧’ પણ ઝી-ફાઇવ પર રિલીઝ થઈ હતી. જેના કેન્દ્રસ્થાને ૨૦૦૮માં મુંબઈમાં થયેલો આતંકી હુમલો અટેક્સ હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter