હાઇ કોર્ટની નારાજગીઃ આવા અરજદાર ક્યારેય નથી જોયા

Thursday 22nd July 2021 07:15 EDT
 
 

દિલ્હી હાઇ કોર્ટમાં ફાઇવજી વાયરલેસ નેટવર્ક ટેકનોલોજીને પડકારતી અરજી કરીને દેશભરના અખબારોમાં ચમકી ગયેલી અભિનેત્રી જૂહી ચાવલા ફરી સમાચારમાં છે. આ વખતે પણ મામલો તેનો અને કોર્ટનો જ છે. તેણે અને તેના સહયોગીઓએ ફાઇવ-જી વાયરલેસ ટેક્નોલોજી મુદ્દે પાયાવિહીન અરજી કર્યાનું જણાવીને કોર્ટે ૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જૂહીએ આ દંડની રકમ જમા કરાવવાના બદલે નવી અરજી સાથે કોર્ટમાં એવી ધા નાંખી હતી કે તેનો દંડ તો રદ થવો જ જોઇએ, સાથે સાથે કોર્ટ ફીની રકમ પણ પરત મળવી જોઇએ. કોર્ટે આ અરજી ફગાવી દેતાં જૂહીને ગંભીર ઠપકો આપતા કહ્યું હતું કે, અરજીકર્તાઓનો વ્યવહાર આશ્ચર્યજનક કરી દે તેવો છે. તેઓ દંડની રકમ એક સપ્તાહમાં જમા કરાવી દે. જજે કહ્યું હતું કે, કોર્ટે ઉદાર વલણ અપનાવતા જૂહી ચાવલા સામે કોર્ટની અવમાનનાનો કેસ કર્યો નથી, નહીંતર આ કિસ્સામાં તો કન્ટેમ્પ ઓફ કોર્ટનો કેસ બને છે. વાત અહીં પૂરી નથી થતી કોર્ટે જૂહીના અભિગમ અંગે આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે મારી ન્યાયિક જિંદગીમાં આવા અરજદાર જોયા નથી, જે કોર્ટની ફી પણ ભરવા માંગતા નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter