‘ચક દા એક્સપ્રેસ’ના શૂટિંગ માટે અનુષ્કા લંડનમાં

Tuesday 20th September 2022 09:06 EDT
 
 

મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી પર બાયોપિક બનાવી રહેલી અનુષ્કાએ ઇંગ્લેન્ડમાં શૂટિંગ શરૂ કર્યું છે. અલબત્ત, તે થોડા સમય પહેલાં જ ક્રિકેટની ટ્રેનિંગ માટે ઇંગ્લેન્ડ પહોંચી ગઈ હતી, પણ હવે તેણે જાણકારી આપી છે કે તેણે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેણે ગણેશજીની એક તસવીર પણ શેર કરતાં લખ્યું છેઃ શ્રી ગણેશ... ‘ચક દા એક્સપ્રેસ’નું શિડ્યૂલ ઇંગ્લેન્ડમાં શરૂ. આ સિવાય પણ તેણે એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં તેનો એકદમ નવો લૂક નજરે આવી રહ્યો છે. તેણે જે તસવીર પોસ્ટ કરી છે. તેમાં તે પીસીઓ (ટેલિફોન બૂથ)માં કોઈની સાથે વાત કરી રહી છે અને વરસાદ પડતો હોય તેવું પણ તસવીરમાં સ્પષ્ટ જણાય છે. જેમાં તેણે લખ્યું છે કે, એક વાર્તાની જેમ એક પળને બતાવવાની જરૂરત છે... અનુષ્કાએ દીકરી વામિકાના જન્મ વખતે શૂટિંગમાં લાંબો સમય બ્રેક લીધો હતો. વામિકાના જન્મ બાદ પણ અનુષ્કા તેને પૂરતો સમય આપી રહી છે. ‘ચક દા એક્સપ્રેસ’ના શૂટિંગમાં અનુષ્કા તેને સાથે લઈને લંડન પહોંચી છે. શૂટિંગની વચ્ચે સમય કાઢીને વામિકા સાથે અનુષ્કા એક પાર્કમાં ગઈ હતી. પાર્કમાં બંનેએ ખૂબ એન્જોય કર્યું હતું. અનુષ્કાએ આ વખતે પણ વામિકાના ફોટોગ્રાફ્સ શેર કર્યા ન હતા, પરંતુ તેના ફોટો જોતાં લાગે છે કે, વામિકા કરતાં વધુ મજા તેણે માણી હશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter