‘બબિતા’ અને ‘ટપુ’ ડેટિંગ કરી રહ્યા છે...

Wednesday 15th September 2021 07:55 EDT
 
 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો મોટા ભાગે જૂના એક્ટર્સની એક્ઝિટ અને રિપ્લેસમેન્ટ માટે જ ન્યૂઝમાં રહે છે. જોકે, આ વખતે ચટપટા ન્યૂઝ છે. એક અહેવાલ અનુસાર, ‘બબિતા’ (મુનમુન દત્તા) અને ‘ટપુ’ (રાજ અનડકટ) એકબીજાના પ્રેમમાં ગળાડૂબ છે. આમ તો મુનમુનની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ્સ પર રાજની કોમેન્ટ્સ વાંચીને નેટિઝન્સને તેમની રિલેશનશિપ વિશે સવાલો થતાં રહેતા હતા. હવે જાણવા મળ્યું છે કે તેઓ બંને ‘ખાસ મિત્રો’થી પણ વિશેષ છે.
એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના દરેકેદરેક મેમ્બરને આ યુવા જોડી વચ્ચે શું ચાલી રહ્યું છે એની જાણ છે. અને તેમના બંનેના પરિવારો પણ આ વાકેફ છે. એટલું જ નહીં, આ પ્રેમ કાયમ માટે છે અને આથી જ તેમના સંબંધોની નીકળે છે ત્યારે તેમને બંનેને બધા તરફથી સન્માન મળે છે. કોઈ તેમને આ વાતે ચીડવતું નથી. આ લવ સ્ટોરી આમ તો જૂની છે એટલે જ દરેકને સવાલ એ છે કે અત્યાર સુધી આ વાત બહાર કેમ ન આવી? રાજ ૨૪ વર્ષનો છે અને મુનમુન તેનાથી ઉંમરમાં ૯ વર્ષ મોટી એટલે કે ૩૩ વર્ષની છે.
ઉલ્લેખનીય છે કે આ શોના નેરેટિવ અનુસાર પિતા જેઠાલાલ (દિલીપ જોષી)ને બબિતા પર ઈનોસન્ટ ક્રશ છે અને તેનો સાયન્ટિસ્ટ પતિ ઐયર પણ આ વાતથી વાકેફ છે. જેના કારણે આ શોમાં જેઠાલાલ, બબિતા અને ઐયરની વચ્ચે હિલેરિયસ સિચ્યુએશન ક્રિએટ થતી રહે છે. આ કારણસર જ મુનમુન અને રાજ ડેટિંગ કરી રહ્યા હોવાના અહેવાલ આવતાં જ નેટિઝન્સે સોશિયલ મીડિયા પર રમૂજી મિમ્સ ફરતા કરી રહ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter