‘મિ. ખિલાડી’ ઉજ્જૈન મહાકાલની શરણમાં

Friday 15th September 2023 10:16 EDT
 
 

સુપરસ્ટાર અક્ષય કુમારે શનિવારે ભગવાન મહાકાલના શહેર ઉજ્જૈનમાં પોતાનો 56મો જન્મદિવસ ઉજવ્યો હતો. ખાસ વાત એ છે કે ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા બાદ અક્ષય કુમારે પોતાનો જન્મદિવસ પોલીસ પરિવાર સાથે પણ સેલિબ્રેટ કર્યો હતો અને કેક કાપ્યા બાદ તેણે બધા પાસેથી શુભેચ્છા સ્વીકારી હતી. અક્ષય કુમાર શનિવારે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈન પહોંચ્યો હતો. તેણે બ્રહ્મમુહૂર્ત દરમિયાન મહાકાલેશ્વર મંદિરમાં યોજાતી ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. આ પછી પોતાનો જન્મદિવસ પોલીસ પરિવાર સાથે ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ સચિન શર્માના બંગલે પહોંચ્યો હતો. અધિકારીઓ ઉપરાંત અક્ષય કુમાર ક્રિકેટર શિખર ધવનને પણ મળ્યો હતો. મહાકાલેશ્વ૨ મંદિર સમિતિ સહિત અન્યોની હાજરીમાં કેક કાપવામાં આવી હતી. આ પછી પોલીસ પરિવાર તરફથી અભિનંદનનો સિલસિલો શરૂ થયો હતો. તેણે સાયબર સેલ, ક્રાઈમ બ્રાન્ચ, જિલ્લા પોલીસ દળના ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ફોટા પણ પડાવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter